‘મેં પ્રણવદા પાસેથી આ અપેક્ષા નહોતી રાખી’, RSS વિવાદ મુદ્દે કોંગ્રેસના ક્યા ગુજરાતી દિગ્ગજ નેતાએ આપ્યું આ નિવેદન?
પ્રણવ મુખર્જીના સંઘના કાર્યક્રમમાં સામેલ થવાના નિર્ણયથી મોટો વિવાદ ઊભો થયો છે. આ મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ભારે દબાણમાં છે પણ તેમણે પ્રણવદા વિરૂધ્ધ કશું કહેવાનું ટાળ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રણવ મુખર્જી સંઘ શિક્ષા વર્ગના તૃતીય વર્ષના તાલીમ કોર્સના સમાપન સમારોહમાં ભાષણ આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રણવદા નાગપુર પહોંચ્યા એ પહેલાં જ તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં સંઘના સ્વયંસેવકો પણ નાગપુર એરપોર્ટ પહોંચ્યાં હતા. સંઘના સહ સરકાર્યવાહ વી. ભગૈય્યા અને નાગપુર શહેર શાખાના અધ્યક્ષ રાજેશ લોયાએ ફૂલોના ગુલદસ્તાથી પ્રણવદાનું સ્વાગત કર્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલે પણ પ્રણવ મુખર્જીના સંઘના સમારોહમાં જવાના નિર્ણય અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે ટ્વિટ કરીવે કહ્યું છે કે, મેં પ્રણવદા પાસેથી આ આશા નહતી રાખી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે પ્રણવ મુખર્જીએ હંમેશા સંઘની ટીકા કરી છે. જેના કારણે સંઘના સ્વયંસેવકો અને સામાન્ય લોકોને પણ આ સમારોહમાં પ્રણવદા પોતાના ભાષણ દરમિયાન શું સંદેશ આપશે એ જાણવાની ઉત્સુકતા છે. આ સમારોહમાં ભાગ લેવા માટે પ્રણવ મુખર્જી બુધવારે નાગપુર પહોંચી ગયાં.
નવી દિલ્લીઃ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુરૂવારે નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્ય મથકમાં આયોજિત સંઘ શિક્ષા વર્ગના કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ મુદ્દે કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજગી બતાવી ચૂક્યા છે ત્યારે હવે તેમાં અહમદ પટેલ પણ જોડાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -