અટલ બિહારી વાજપેયીને છે 'ડિમેન્શિયા' નામની આ ગંભીર બિમારી, વાંચો આનાથી શું-શું પડે છે તકલીફો
ડિમેન્શિયા રોગના લક્ષણોઃ-- નામ, જગ્યા, તરતજ કરવામાં આવેલી વાતચીત યાદ ના રાખી શકવી, ડિપ્રેશનથી પીડિત, વાતો કરવામાં તકલીફ, વ્યવહારમાં બદલાવ, ગળવામાં તકલીફ થવી, હરવા ફરવામાં તકલીફ થવી, નિર્ણય શક્તિ એકદમ વીક થવી, કોઇપણ વસ્તુઓને મુકીને ભુલી જવી વગેરે રોગના લક્ષણો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની તબિયત હાલ એકદમ નાજુક બતાવવામાં આવી રહી છે, તેમને એમ્સમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. તેઓ અનેક નાની મોટી બિમારીઓથી પીડિત છે, પણ તેમાં ડિમેન્શિયા નામની એક ગંભીર બિમારીથી વધુ પીડાઇ રહ્યાં છે.
વાજપેયી 1991, 1996, 1998, 1999 અને 2004માં લખનઉથી લોકસભા સાંસદ ચૂંટાયા હતા. વડાપ્રધાન તરીકે કાર્યકાળ પૂરો કરનારાં તેઓ એકમાત્ર બિન કોંગ્રેસી નેતા છે. 25 ડિસેમ્બર, 1924માં જન્મેલા વાજપેયી ભારત છોડો આંદોલન દ્વારા 1942માં રાજકારણમાં આવ્યા હતા.
અટલ બિહારી વાજપેયીને 2009થી ડિમેન્શિયા નામની આ ગંભીર બિમારી લાગુ પડી છે, તેના કારણે અટલજી 2009થી વ્હીલચેર પર છે.
હાલ તેમને દિલ્હી સ્થિત એમ્સમાં કાર્ડિયા થોરેસિક સેન્ટરના આઇસીયુ રૂમમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. કિડની ઇન્ફેક્શન, છાતીમાં વધી રહેલા દબાણ અને પેશાબની તકલીફના કારણે 93 વર્ષીય અટલજીને 11 જૂને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -