કેજરીવાલના ધરણાને લઈ મોદીને મળ્યા 4 મુખ્યમંત્રી, PM નિવાસનો ઘેરાવ કરશે AAP
આમ આદમી પાર્ટી આજે કેજરીવાલના ઘરણાને લઈને પ્રધાનમંત્રી આવાસનો ઘેરાવ કરશે. જેમાં સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી પણ સામેલ થશે. દિલ્લી પોલીસનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ આ પ્રદર્શનને લઈને મંજૂરી નથી લીધી. આમ આદમી પાર્ટીના પ્રદર્શનને જોતા પ્રધાનમંત્રી આવાસની પાસેના ચાર મેટ્રો સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશનિવારે મમતા બેનરર્જી, ચંદ્રાબાબૂ નાયડૂ, કુમારસ્વામી અને પી વિજયને આ મુદ્દા પર કેજરીવાલના સમર્થનની જાહેરાત કરતા તેમની સાથે મુલાકાત કરવાની કોશિશ કરી. પરંતુ તેમને મંજૂરી ન મળતા બાદમાં મમતા બેનર્જીએ મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું બંધારણીય સંકટ ગણાવ્યું હતું. કાલે ચારેય મુખ્યમંત્રીએ કેજરીવાલના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
નવી દિલ્લી: દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એલજી હાઉસમાં ઘરણાનો આજે સાતમો દિવસ છે. આઈએએસ અધિકારીઓની કથિત હડતાલને લઈને આપ અને એલજી વચ્ચેની જંગ હવે પીએમ મોદી સામે પહોંચી ગઈ છે. કેજરીવાલના ઘરણાને સમર્થન આપનારા ચાર મુખ્યમંત્રીઓએ આજે નીતિ આયોગની બેઠક દરમિયાન પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. સુત્રોની જાણકારી મુજબ ચારેય મુખ્યમંત્રીઓને પીએમ મોદી તરફથી કોઈ આશ્વાસન નથી મળ્યું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -