મહારાષ્ટ્ર: વર્ધામાં સેનાના ડેપોમાં વિસ્ફોટ, 4ના મોત 6 ઘાયલ
મહારાષ્ટ્ર પોલીસ મુજબ, જૂના થયેલા વિસ્ફોટકનો નાશ કરવાનું કામ પ્રાઈવેટ કંપનીને આપવામાં આવ્યું હતું. મૃતકોમાં તમામ ચાર મજૂરો હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વર્ધાના પુલંગાવ સ્થિત આર્મી ડેપોમાં 2016માં પણ દુર્ઘટના ઘટી હતી. આ દરમિયાન 2 અધિકારીઓ સહિત 15 જવાનોના મોત થયા હતા. સાથે જ 19 લોકોને ઈજા પહોંચી હતી. વિસ્ફોટકોમાં આગ લાગવાને કારણે મૃત્યું થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહારાષ્ટ્ર પોલીસ મુજબ, જ્યારે બેકાર પડેલા વિસ્ફોટને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યો હતો ત્યારે ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે વિસ્ફોટક બેકાર થઈ જાય છે ત્યારે તેનો નાશ કરવામાં આવે છે.
મુંબઈ: મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં આર્મીના ડેપોમાં જોરદાર વિસ્ફોટ થવાના કારણે 4 મજૂરોના મોત થયા છે અને અન્ય 6 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે બેકાર પડેલો વિસ્ફોટ હટાવવામાં આવી રહ્યો હતો. આ વિસ્ફોટ બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -