દિલ્લી-ચંડીગઢ હાઈવે પર કાર અકસ્માતમાં પાવર લિફ્ટિંગના ખેલાડી સક્ષમ યાદવ સહિત પાંચના મોત
અકસ્માત સ્વિફ્ટ ડિઝાયર કાર ડિવાઈડર સાથે અથડાવાના કારણે થયો હતો. પોલીસનું માનવું છે કે કારનું બેલેંસ બગડવાના કારણે અકસ્માત થયો. પોલીસે જણાવ્યું કે આ વાતની તપાસ ચાલી રહી છે કે શું દારુ પીને વાહન ચલાવી રહ્યા હતા કે નહીં. કારણ કે કારમાંથી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી.
અકસ્માતમાં સક્ષમ યાદવ અને રોહિત બાલી નામના ખેલાડીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સક્ષમ યાદવની સારવાર દિલ્લીના ટ્રોમા સેન્ટરમાં ચાલી રહી હતી જેનું રવિવારે જ મોત થયું છે. જો કે રોહિતની સારવાર ચાલું છે. સક્ષમ દિલ્લીના નાંગલોઈના રહેનાર હતા. પહેલા આ તમામને નરેલાની સત્યવાદી રાજા હરિશચંદ્ર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ગંભીર હાલતને જોતા તેમના મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ટ્રોમા સેન્ટર મોકલવામાં આવ્યા હતા.
નવી દિલ્લી: આજે સવારે 4 વાગ્યે દિલ્લી-ચંડીગઢ હાઈવે પર સિંઘુ બોર્ડર પાસે અકસ્માત થયો હતો. ફુલ સ્પીડમાં આવતી કાર ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ જેમાં ખેલાડીઓ સહિત 5 લોકોના મોત થયા છે. જો કે ગંભીર રીતે ઘાયલ થયેલા વર્લ્ડ ચેમ્પિયન સક્ષમ યાદવનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે.