આ જાણીતી મોડલ અને અભિનેત્રી 200 કરોડનો ચુનો લગાવીને થઈ ગઈ રફુચક્કર, જાણો વિગતે
અલ્હાબાદ પોલીસના અધિકારીઓને જાણકારી મળી છે કે લખનૌ અને અલ્હાબાદમાં એફઆઈઆર નોંધાયા પછી અનારા અને તેના અન્ય સાથીઓ દેશ છોડીને વિદેશ નાસી જઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅધિકારીઓને આશંકા છે કે અનારા અને તેના સાથીઓ ધરપકડથી બચવા માટે વિદેશ નાસી જઈ શકે છે. ૧૨ વર્ષ અગાઉ કથિત સેક્સ સીડીથી ચર્ચામાં આવેલી પૂર્વ મિસ જમ્મુ અનારા ગુપ્તા અને તેના સાથીઓ પર કાયદાનો ગાળિયો મજબૂત થઈ રહ્યો છે.
અલ્હાબાદ પોલીસે અનારા ગુપ્તા તથા તેના સાથીઓ વિરુદ્ધ લૂક આઉટ નોટિસ જારી કરવાની ભલામણ કરીને એરપોર્ટ્સને એલર્ટ કર્યા છે. પોલીસ અધિકારીઓના કહેવા પ્રમાણે અલ્હાબાદ અને લખનૌમાં એફઆઈઆર નોંધાયા પછી અનારા અને તેના સાથી ફરાર છે એટલું જ નહીં તેમના મોબાઈલ ફોન પણ બંધ છે.
2 ડિસેમ્બરે અનારાની એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, જો મેં કંઈ કર્યું હોત તો હું દેશમાં ન હોત. જોકે ફ્રોડ કંપની સાથે અનારા બાદમાં જોડાઈ હતી.
એસટીએફ અલાહબાદના એએસપી પ્રવીણ સિંહ ચૌહાણે કહ્યું કે, ફ્રોડ કંપનીના સ્થાપક સભ્ય રહેલ શત્રુઘ્ન સિંહની ટીમને શનિવારે રાત્રે ધરપકડ કરી છે. વિતેલા 3 દિવસની અંદર આ બીજી ધરપકડ છે, આ પહેલા અલાહબાદના ઓમપ્રકાશ યાદવની ધરપકડ કરવામાં આવી હતી.
અલાહબાદઃ પૂર્વ મિસ જમ્મૂ રહેલ ભોજપુરી અભિનેત્રી અનારા ગુપ્તા ભાગેડુ છે. એસટીએફ અલાહબાદ તેની શોધ કરી રહી છે. તેના મુંબઈ સ્થિત ફ્લેટ પર તાળું લાગેલું છે. અનારા ગુપ્તા પર એક ફ્રોડ કંપની બનાવીને અંદાજે 45000 લોકો સાથે 200 કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડી કરવાનો આરોપ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -