ગુરુગ્રામમાં નમાઝ માટે નક્કી કરાઇ આ 9 જગ્યાઓ, મુસ્લિમ સંગઠનો થયા નારાજ
નવી દિલ્હીઃ સાયબર સીટી ગુરુગ્રામમાં નમાઝ પઢવાને લઇને ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. તંત્રએ મુસ્લિમ સમાજને માત્ર 9 જગ્યાઓ પર જ નમાઝ પઢવાનું ફરમાન કર્યું છે. જિલ્લા વહીવટી તંત્રની પરેશાનીઓ ઓછી થવાનું નામ નથી લેતું. થોડાક દિવસો પહેલા હિન્દુવાદી સંગઠનો અને મુસ્લિમ સંગઠનોના લોકોની વચ્ચે વાતચીત થઇ હતી, આ બેઠકો બાદ જિલ્લા વહીવટી તંત્રએ મુસ્લિમ સમાજને 9 જગ્યાઓ પર નમાઝ પઢવા માટે ફરમાન કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરુગ્રામ પોલીસે નમાઝ માટે ઓફર કરી આ 9 જગ્યાઓ, તાઉ દેવીલાલ સ્ટેડિયમ, લેજર વેલી પાર્ક કચ્ચા ગ્રાઉન્ડ, મેદાંતા હૉસ્પિટલની પાછળ, રૉકલેન્ડ હૉસ્પિટલ માનેસરની પાછળ, સેક્ટર-5, ધનચરી, નજીક સિરહોલ બોર્ડરની પાસે સરકારી જમીન પર, વિઝિલેન્સ કાર્યાલયની સામેનું સેક્ટર-47, સેક્ટર 5 હુડા ગ્રાઉન્ડ, ઓબેરૉય હૉટેલની પાછળ (એચએસઆઇઆઇડીસી) અને તાઉ દેવીલાલ સેક્ટર 22ની જગ્યાઓને ફાળવવામાં આવી છે.
વળી સંયુક્ત હિન્દુ સંગઠના સંયોજક મહાવીર ભારદ્વાજનું માનીએ તો જિલ્લા વહીવટી તંત્રએ રમઝાનને લઇને અને ઝૂમ્માની નમાઝને લઇને તમામ સંગઠનો પાસેથી સહયોગ માગ્યો હતો અને એક જાપન પણ જિલ્લા વહીવટી તંત્રને સોંપવામાં આવ્યુ હતું. આ જાપનમાં કહેવામાં આવ્યું હતું કે, બધા ધાર્મિક સ્થળોથી નમાઝીઓની દુરી લગભગ 2 થી 5 કિલોમીટર હોવી જોઇએ. પહેલાથી જો કોઇ મસ્જિદ કે હોય અને તે મસ્જિદના 2 કિલોમીટરની આસપાસ કોઇપણ જગ્યાએ નમાઝ પઢવાની અનુમતી ના આપવામાં આવે.
જોકે, આ વાતને લઇને મુસ્લિમ સંગઠન ખુશ નથી. મુસ્લિમ સમાજના હાઝી શહજાદ ખાન અનુસાર, આખા ગુરુગ્રામમાં અમે 100 જગ્યાઓ પર નમાઝ શાંતિ પૂર્ણ રીતે પઢીએ છીએ, પણ હવે તંત્રના આદેશથી પરેશાની વધી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -