ફેબ્રુઆરીથી તમારે તમારી મનપસંદ ચેનલ માટે જ ચૂકવવા પડશે રૂપિયા, જાણો કેટલો છે ભાવ?
ગ્રાહકોએ નેટવર્ક કેપેસિટી ફી તરીકે દર મહિને 130 રૂપિયા આપવા પડશે, જેમાં 100 ચેનલ્સ મળશે. 100 ચેનલોમાં ગ્રાહકની મરજીના 65 ફ્રી ટૂ એયર ચેનલ સામેલ હશે, જેમાં દૂરદર્શનની 23 ચેનલ, ત્રણ મ્યુઝિક ચેનલ, ત્રણ ન્યૂઝ ચેનલ અને ત્રણ મૂવી ચેનલ સામેલ હશે. આ સિવાય જો તે અન્ય ચેનલ જોવા ઈચ્છે છે તો, તેણે અન્ય 25 ચેનલ માટે 20 રૂપિયા વધારાના આપવા પડશે. આ સાથે જો ચેનલ્સ તમે પસંદ કરશો તેની નક્કી કિંમત જોડાઈ જશે. TRAIએ ચેનલોની કિંમત 1થી 19 રૂપિયા વચ્ચે નિર્ધારીત કરવામાં આવી છે.
ટ્રાઈએ પોતાની વેબસાઈટ પર 42 બ્રોડકાસ્ટર્સની કુલ 332 ચેનલોનું ટેરિફ પ્લાન બનાવ્યું છે. આ લિસ્ટમાં 1થી લઈને 19 રૂપિયા સુધી ચેનલનો ભાવ છે. આ લિસ્ટમાં Zee એન્ટરટેનમેન્ટની કુલ 41 ચેનલ છે જેમાંથી 19 ચેનલ માટે ઉપભોક્તાએ 19 રૂપિયા આપવા પડશે, જ્યારે પે ચેનલની સરેરાશ પ્રાઈઝ 12.32 રૂપિયા રાખવામાં આવી છે. આજ રીતે સોનીની 25 ચેનલ છે. આની માટે 12 રૂપિયા પ્રતિ મહિના ચુકવવા પડશે. જો તમામ ચેનલ કોઈ ગ્રાહક જુવે છે તો, 301 રૂપિયા આપવા પડશે. આ સિવાય ચેન્નાઈ બ્રોડકાસ્ટરની સન ચેનલ માટે રૂપિયા 11 પ્રતિ મહિના આપવા પડશે. સનની 33 પે ચેનલ છે.
નવી દિલ્હીઃ ડિશ અને કેબલ ટીવીના ઉપભોક્તાઓને ધણી એવી વખત ચેનલો માટે રૂપિયા ચૂકવવા પડે છે જે તેઓ ક્યારેય જોતા જ નથી. તેનું કારણ એ છે કે તે એક પેકનો હિસ્સો હોય છે. પરંતુ હવે એક ફેબ્રુઆરીથી તેમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.
નવા ટેરિફ અનુસાર, હવે કોઈ પણ ચેનલ માટે દર્શકોએ વધારેમાં વધારે 19 રૂપિયા ચુકવવાના રહેશે, જ્યારે હાલમાં વધારેમાં વધારે 60 રૂપિયા પ્રતિ મહિના છે. ટ્રાઈએ પોતાની વેબસાઈટ પર પણ પેડ ચેનલોનું લિસ્ટ જાહેર કર્યું છે, જેને જોઈ તમે તમારી મનપસંદ ચેનલનું પેક તૈયાર કરી શકો છો.