જન ધન એકાઉન્ટને લઈને સરકારે કર્યો મહત્ત્વનો નિર્ણય, જાણો હવે એક મહિનામાં કેટલા રૂપિયા ઉપાડી શકાશે
ઉત્તરપ્રદેશમાં જનધન ખાતા ધરાવનારાઓની સંખ્યા ૩.૭૯ કરોડની આસપાસની છે. જેથી સૌથી જંગી રકમ અહીં જમા કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ૧૦,૬૭૦.૬૨ કરોડ રૂપિયા જમા કરવામાં આવી ચુક્યા છે. બંગાળમાં ૨.૪૪ કરોડ ખાતા છે અને ૭૮૨૬.૪૪ કરોડની રકમ જમા થઈ છે. રાજસ્થાન ત્રીજા સ્થાને છે. અહીં ૧.૮૯ કરોડ ખાતા છે અને જમા થયેલી રકમનો આંકડો ૫૩૪૫.૫૭ કરોડ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન ત્યારબાદ નંબર ધરાવે છે. કેન્દ્ર સરકારે ભારપૂર્વક કહ્યું છે કે કોઈપણ જાહેર ક્ષેત્રની બેંકોને જનધન ખાતાઓમાં ઝીરો બેલેન્સને ટાળવા માટે એક અથવા બે રૂપિયા જમા કરવા તેમના અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા નથી. ૧૬મી નવેમ્બર સુધીના આંકડા દર્શાવે છે કે જનધન ખાતાઓમાં જંગી રકમ જમા કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ દેશભરમાં હવે ૬૪,૨૫૨.૧૫ કરોડની રકમ જમા થઈ ચુકી છે. લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી સંતોષકુમાર ગંગવારે આજે આ મુજબની માહીતી આપી હતી.
અત્યાર સુધીમાં દેશમાં ખોલવામાં આવેલ જનધન ખાતાઓમાં કુલ જમા રકમનો આંકડો હવે ૬૪,૨૫૨.૧૫ કરોડ સુધી પહોંચી ગયો છે. આ જમા રકમમાં ઉત્તરપ્રદેશ પ્રથમ ક્રમાંક ઉપર છે. ઉત્તરપ્રદેશમાં જનધન ખાતાઓમાં ૧૦,૬૭૦.૬૨ કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ જન ધન ખાતા મારફતે લોકો કાળા નાણાંને સફેદ કરતા હોવાની ચર્ચા બાદ આજે આરબીઆઈએ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આરબીઆઈ અનુસાર હવે જન ધન ખાતાધારક મહિનામાં માત્ર 10 હજાર રૂપિયા ઉપાડી શકશે. ઉપરાંત જે ખાતાના KYC ડોક્યુમેન્ટ અપડેટેડ નથી તે ખાતાધારક મહિનામાં માત્ર 5 હજાર રૂપિયા ઉપાડી શકશે. જોકે કોઈ ખાસ જરૂરિયાત હોવા પર આ મર્યાદમાં છૂટછાટ આપવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -