મહારાષ્ટ્રમાં હેલ્મેટના કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર, જાણો શું છે કારણ
‘હેલ્મેટ સખ્તી વિરોધી કૃતિ સમિતિ ’ નામની સંસ્થાના લોકોએ પહેલા હેલ્મેટની અંતિમ યાત્રા નીકાળી અને બાદમાં અંતિમ સંસ્કાર કર્યો. ફરજિયાત હેલ્મેટના નિયમનો વિરોધ કરી રહેલા લોકોએ સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહેલ્મેટ ફરજિયાત કરવાના વિરોધમાં શિવસેના નેતાએ પોલીસ તંત્ર પર આરોપ લગાવતાં કહ્યું કે, અમે રોડ સેફ્ટીના વિરોધમાં નથી પરંતુ પોલીસ તંત્ર દ્વારા જે રીતે લાગુ કરી રહ્યું છે તે ઠીક નથી. પોલીસનું વલણ યોગ્ય નથી. જો પોલીસને લોકોનો આટલો જ ખ્યાલ રાખવો હોય તો પહેલા લોકોની ભાવનાઓને સમજવી જોઈએ.
પુણેઃ હેલ્મેટના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તેવું વાંચવા કે સાંભળવામાં આવે તો જરા વિચિત્ર લાગે પરંતુ મહારાષ્ટ્રમાં એક સંગઠને આમ કર્યું છે. પુણેમાં બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યા બાદ તેનો વિરોધ કરવા સંગઠને હેલ્મેટના અંતિમ સંસ્કાર કરી વિરોધ કર્યો હતો. લોકોએ આ નિયમનો વિરોધ કરવા આવી અનોખી રીત અપનાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -