મોદી સરકારના ટોચના પ્રધાનનો મોદી સામે કટાક્ષઃ માત્ર ભાષણો કરવાથી ચૂંટણી ના જીતાય.....
ગડકરીએ મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે, કોઇ એવું વિચારતું હોય કે તેને બધી જ ખબર પડે છે તો તે જૂઠો છે. વિશ્વાસ અને અહંકારમાં ફરક હોય છે. તમારે પોતાના પર વિશ્વાસ રાખવો જોઇએ પણ અહંકારથી દૂર રહેવું જોઇએ. મોદી-અમિત શાહમાં અહંકાર આવી ગયાના આક્ષેપો વચ્ચે નિતિન ગડકરીનું આ નિવેદન મહત્વનું છે.
ભાજપમાં નરેન્દ્ર મોદી તેમના ભાષણો માટે જાણીતા છે અને 5 રાજ્યોમાં પ્રચારની કમાન મોદીએ જ સંભાળી હતી. નિતિન ગડકરીએ મોદી પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, સારુ સારુ બોલવાથી કે ભાષણો આપવાથી ચૂંટણી નથી જીતી શકાતી, તમે ગમે તેટલા વિદ્વાન હો છતાં લોકો તમને મત ન આપે એવું બને.
ગડકરીએ કહું કે, મને યાદ છે કે જવાહરલાલ નેહરુ હંમેશા કહેતા હતા કે ભારત કોઇ દેશ નહીં લોકોનો એક સમૂહ છે, જો દરેક વ્યક્તિ કોઇ સમસ્યા જ ઉભી ન કરે તો દેશની અડધી સમસ્યાઓનો તો એમ જ નિકાલ આવી જાય. દરેક વ્યક્તિએ એવું વિચારવું જોઇએ કે તે આ દેશ માટે સમસ્યા ઉભી નહીં કરે. હું પણ તેવું જ વિચારવા માગુ છું.
નિતિન ગડકરીએ આ રાજ્યોમાં ભાજપની હાર માટે પક્ષના ટોચના નેતાને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે નરેન્દ્ર મોદી પોતાના ભાષણોમાં જવાહરલાલ નેહરુની ટીકા કરે છે તેની બિલકુલ વિરૂધ્ધ વલણ લેતાં નેહરુના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સિસ્ટમને સુધારવા માટે અન્યો તરફ આંગળી કેમ ચીંધો છો? પોતાની તરફ કેમ નહીં?
નવી દિલ્હીઃ ભાજપ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં હારી ગયો તેના કારણે ભાજપમાં જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે અસંતોષની લાગણી છે. મોદી સરકારના પ્રધાન નીતિન ગડકરીએ આ અસંતોષ જાહેરમાં પ્રગટ કરતાં અમિત શાહ અને મોદી સામે મોરચો માંડ્યો છે.