'મોદીની ગાડીમાં છે પંચર, એન્જિન પણ થઈ ગયું ફેલ', હવે કૉંગ્રેસ પર વિશ્વાસ કરો : રાહુલ ગાંધી
રોજગારના મુદ્દા પર રાહુલ ગાંધીએ કહ્યું, 15 લાખનો વાયદો સાચો હતો કે ખોટો? બે કરોડ રોજગારનો વાયદો સાચો હતો કે ખોટો? ખેડૂતોને કહ્યું હતું કે યોગ્ય ભાવ અપાવીશ સાચુ બોલ્યા હતા કે ખોટું? તેમણે કહ્યું, સોયાબીન, કપાસ, મસૂરની દાળ બધાના ભાવ ઘટી ગયા છે. આ સરકારે ખેડૂતોને કંઈ નથી આપ્યું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાહુલ ગાંધીએ કહ્યું, 15 ઓગસ્ટે પ્રધાનમંત્રીએ ભાષણમાં કહ્યું મારા પ્રધાનમંત્રી બનવા પહેલા હિંદુસ્તાન ઉંધી રહ્યું હતું. મારા પ્રધાનમંત્રી બનવા બાદ દુનિયાને લાગ્યું કે હિંદુસ્તાન જાગી ગયું છે. હું વિચારી રહ્યો હતો કે પ્રધાનમંત્રી કેવા વ્યક્તિ છે? લાલ કિલ્લા પરથી દેશના લોકોનું અપમાન કરે છે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી ગાંધીજીની મૂર્તિ સામે હાથ જોડે છે, પરંતુ કહે છે કે દેશને વિભાજીત કરવો છે. તેઓ લોકોને જાતિ-ધર્મમાં લડાવે છે. નફરત અને ક્રોધ ફેલાવે છે.
વર્ધા: મહાત્મા ગાંધીની જયંતી પર મહારાષ્ટ્રના વર્ધામાં આયોજીત ગાંધી સંકલ્પ રેલીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેંદ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, મોદીની ગાડી પંચર થઈ ગઈ છે અને તેની ગાડીનું એન્જિન પણ ફેલ થઈ ગયું છે. મોદી સરકારે લોકોના વિશ્વાસને તોડી નાખ્યો છે. એટલે હવે કૉંગ્રેસ પર વિશ્વાસ કરો. આ રેલીમાં રાહુલ ગાંધીએ નોટબંધી, રોજગાર, ખેડૂતોના મુદ્દે અને રાફલ ડીલ જેવા મુદ્દાઓ પર મોદી સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -