✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

દિલ્હીમાં કન્ટેનરમાંથી ગેસ ગળતર થતાં 100 વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખસેડાઈ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 May 2017 10:20 AM (IST)
1

જે કન્ટેનરમાંથી ગેસ લીક થયો છે તે હેમા લોજિસ્ટિકનો હોવાની વાત સામે આવી છે. ગેસ લીકેજ બાદ અંદાજે 1 કિલોમીટરનો વિસ્તાર પોલીસે સીલ કરી દીધો છે.

2

ગેસ ગળતરની સૂચના મળતાં જ ફાયર બ્રિગેડ સહિત પોલીસ અને એમ્બ્યુલન્સની ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. આ વિસ્તારમાં બચાવ કામગીરી વેગવંતી બનાવી દેવામાં આવી છે. ગેસ ગળતર થયા બાદ ઝડપથી ફેલાયો હોવાના કારણે સ્ટુડન્ટ્સ તેની ઝપેટમાં આવી ગયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

3

રાણી ઝાંસી સ્કૂલના વાઈસ પ્રિન્સિપલે જણાવ્યું કે, ગેસ લીક બાદ સ્ટુડન્ટ્સે આંખો અને ગળામાં બળતરાની ફરિયાદ કરી. જે બાદ આશરે 100 સ્ટુડન્ટ્સને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. હાલ તમામ બાળકો ખતરાથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

4

નવી દિલ્હીઃ દિલ્હીના તુગલકાબાદમાં એક કન્ટેનરમાંથી ગેસ ગળતર થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે. ગેસ ગળતર થવાને કારણે વિસ્તારમાં આવેલી રાણી ઝાંસી ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. બાદમાં 110 જેટલી વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • દિલ્હીમાં કન્ટેનરમાંથી ગેસ ગળતર થતાં 100 વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખસેડાઈ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.