પત્રકાર ગૌરી લંકેશ હત્યા કેસમાં કર્ણાટક પોલીસને મળી મોટી સફળતા, શંકાસ્પદ આરોપીની ધરપકડ
ગૌરી લંકેશ સાપ્તાહિક મેગેઝિન લંકેશ પત્રિકેના સંપાદક હતા. તેની સાથે અખબારોમાં પણ કોલમ લખતા હતા. ટીવી ન્યૂઝ ચેનલ ડિબેટ્સમાં પણ તેઓ એક્ટિવિસ્ટ તરીકે સામેલ થતા હતા. લંકેશના દક્ષિણપંથી સંગઠનો સાથે વૈચારિક મતભેદ હતા.
ગત વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશની બેંગલુરુમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચાર અજાણ્યા હુમલાખોરોએ રાજ રાજેશ્વરી વિસ્તારમાં આવેલા ગૌરી લંકેશના ઘરની બહાર તેના પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતાર્યા હતા.
મૈસૂર નજીક મન્ડયાનો રહેવાસી કેટી સુનીલ કુમાર બેંગલુરુ ગેરકાયદેસર હથિયાર વેચવા આવ્યો હતો. એસઆઈટીના ડીસીપી એમએન અનુચેથે જણાવ્યું કે, નવીન કુમાર હિન્દુ સંગઠનો સાથે નજીકનો સંબંધ છે. હિન્દુ દેવી દેવતાઓના અપમાનને લઈ તેઓ ગૌરી લંકેશથી ઘણા નારાજ હતા. તેમણે હત્યામાં સામેલ આરોપીઓને ટાર્ગેટ પ્રેક્ટિસ કરાવવામાં મદદ કરી હતી.
બેંગ્લુરુઃ વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશ હત્યા મામલે કર્ણાટક પોલીસને મોટી સફળતા મળી છે. કર્ણાટક પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, પકડાયેલા શંકાસ્પદ આરોપી કેટી નવીન કુમારે પોલીસને કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપી છે. જેનાથી હત્યારાઓ સુધી પહોંચવામાં પોલીસને મદદ મળી શકે છે.