સવર્ણોને આર્થિક અનામતનો ખરડો રાજ્યસભામાં રજૂ, વિપક્ષે મચાવ્યો હોબાળો
નવી દિલ્હીઃ આર્થિક રીતે પછાત સવર્ણોને 10 ટકા અનામત આપવા માટે મંગળવારે લોકસબામાં સોશિધિત બિલ પસાર થઈ ગયું છે. લોકસભા ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણયને માસ્ટરસ્ટ્રોક ગણવામાં આવે છે. હવે કેન્દ્ર સરકાર સામે આ બિલને રાજ્યસભામાં પસાર કરાવવાનો પડકાર છે. રાજ્યસભામાં એનડીએ સરકારની પાસે બહુમત નથી, એવામાં આજે સરકાર કેવી રીતે આ બિલ પસાર કરાવે છે તે જોવાનું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે 124માં બંધારણ સંશોધન ખરડાને લોકસભામાં રજૂ કર્યો હતો. ચર્ચાની શરૂઆત કરતાં તેઓએ કહ્યું, આ 10% આરક્ષણ તમામ ધર્મના લોકો માટે છે. ખાનગી શૈક્ષેણિક સંસ્થાનોમાં પણ આ આરક્ષણ લાગૂ થશે. ચર્ચા દરમિયાન ઓવૈસીએ કહ્યું કે સવર્ણોને અનામત બંધારણની અવહેલના, આ બિલથી આંબેડકરનું અપમાન થયું છે. આ સાથે કોંગ્રેસ સાંસદ કેવી થોમસે કહ્યું- બિલનો વિરોધ નથી કરી રહ્યાં, પરંતુ અમારી માંગ છે કે આ પહેલાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની સમક્ષ મોકલાવું જોઈએ.
ગઈકાલે લોકસભામાં સવર્ણોને આર્થિક અનામત આપવાની તરફેણમાં 323 મત પડ્યા જ્યારે 3 મત વિરુદ્ધમાં ગયા હતા. હવે આજે રાજ્યસભામાં આ ખરડો મૂકવામાં આવશે. જોકે કોંગ્રેસ અને બસપાનું સમર્થન મળી રહે તો રાજ્યસભામાં પણ બિલ નિર્વિઘ્ને પસાર થઈ જાય તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -