ભારતના આ રાજ્યમાં ત્રણથી વધુ બાળકો પેદા કરવા પર મળે છે ઈનામ, જાણો
નવી દિલ્લી: એક તરફ દેશમાં વધતી જનસંખ્યાને નિયંત્રણ કરવા માટે વિવિધ પ્રકારાના અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. ત્યાં દેશનું એક એવું પણ રાજ્ય છે જ્યાં વધુ બાળકો પેદા કરવા પર દંપતિને ઈનામ આપવાની યોજના બનાવી છે. જી, હા આ વાત ચોંકવાનારી છે કે જ્યાં વધતી જનસંખ્યાને લઈને આપણો દેશ અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ત્યાં આપણા દેશના પૂર્વોત્તર રાજ્ય મિઝોરમના એક સ્થાનીય ચર્ચે ચાર કે તેથી વધુ બાળકો પેદા કરનાર મિઝો દંપતિઓને પ્રોત્સાહન તરીકે રૂપિયા આપવાની જાહેરાત કરી છે.તેના પાછળ કારણ એ છે કે પ્રદેશમાં સતત ઘટી રહેલા જન્મ દરમાં સુધારો લાવવાની દૃષ્ટિકોણથી ચર્ચે આ પ્રકારનો નિર્ણય લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેનું ચોથું બાળક હોય તેને 4 હજાર, પાંચમું હોય તેને 5 હજાર અને આગળ આ ક્રમ ચાલુ રાખ્યો છે. હજુ સુધી ચર્ચે આ નિર્ણય પર પોતાની અંતિમ પ્રતિક્રિયા આપી નથી. હવે જોવાનું એ છે કે આ નિર્ણય ચાલુ રહેશે કે પછી હટાવી દેવામાં આવશે.
જો કે, મીડિયામાં જ્યારે આ વાતની ચર્ચા સામે આવી ત્યારે તે ચર્ચે પોતાના દ્વારા આપવામાં આવેલા આ નિર્ણ પર બીજીવાર સમીક્ષા કરવાની વાત કરી છે. તમને જણાવી દઈએ કે મિઝોરમમાં મિઝો જનજાતિમાં ઘટતા જન્મદ દરને લઈને અહીં મિઝો સંગઠન અને ચર્ચ પેરશાન છે. જેના કારણે અહીં બે મોટા ચર્ચ એક પ્રેસ્બિટેરિયન અને બીજો ધ બાપતિસ્ટ ચર્ચ ઓફ મિઝોરમ પોતાના સભ્યોને વધારે બાળકો પેદા કરવાની સલાહ આપી છે.
હાલમાં જ મિઝોરમના લૂંગલેઈ શહેરમાં ધ બાપતિસ્ટ ચર્ચની બજાર વેંગ શાખાએ પોતાના વિસ્તારમાં મિઝો દંપતિઓને ચાર બાળક કે તેથી વધું બાળક પેદા કરવા માટે રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -