રાહુલના ભાષણ પર આ બીજેપી નેતાએ કર્યો કટાક્ષ, કહ્યું- 'તૈયાર રહેજો આજે ભૂકંપ આવવાનો છે'
ગિરીરાજના આ ટ્વીટને રાહુલના તે નિવેદનને જોડીને કહેવાયુ છે જેમાં રાહુલે કહ્યું હતું કે જો તેમને સંસદમાં 15 મિનીટ બોલવા દેવામાં આવે તો ભૂકંપ આવી જશે.
ગિરીરાજ સિંહે ટ્વીટ કરીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આજના ભાષણને લઇને મજાક ઉડાવી છે. તેમને ટ્વીટ કરતાં લખ્યું છે- 'ભૂકંપની મજા લેવા તૈયાર થઇ જાઓ' તૈયાર રહેજો આજે ભૂકંપ આવવાનો છે.
ઉલ્લેખનીય છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા માટે દરેક પાર્ટીઓને પોતપોતાના સમય આપવામાં આવી દીધો છે. આ સમય તેમના સંખ્યાબળના હિસાબે નક્કી કરવામાં આવ્યો છે, એટલે કે 44 બેઠકો વાળી કોંગ્રેસને 38 મિનીટનો સમય આપવામાં આવ્યો છે, અને બીજેપીને 3.33 મિનીટનો સમયે ફાળવવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ અવિશ્વાસ પ્રસ્તાવના બરાબર પહેલા બીજેપીએ કોંગ્રેસ પર કટાક્ષ અને આરોપો લગાવવાનું શરૂ કરી દીધુ છે. બીજેપીના દિગ્ગજ નેતા અને સાંસદ ગિરિરાજ સિંહે રાહુલ ગાંધી પર મજાક સાથે કટાક્ષ કર્યો છે. આ માટે તેમને એક ટ્વીટ કર્યું છે.