ગોવા ભાજપના MLAએ કહ્યું, પાર્ટીની વિરૂદ્ધમાં બોલીશ તો CBIના દરોડા પડશે
પણજી: ભાજપના ગોવાના ધારાસભ્ય અને પૂર્વ ઉપ-મુખ્યમંત્રી ફ્રાંસિસ ડિસૂજાએ કહ્યું, જો તેઓ પાર્ટીની વિરૂદ્ધમાં બોલશે તો તેમના ઠેકાણાઓ પર કેંદ્રીય તપાસ એજન્સી સીબીઆઈ, ઈડી અને ઈન્કમ ટેક્સના દરોડા પડી શકે છે.
મીડિયા સાથે વાત કરતા ફ્રાંસિસ ડિસૂજાએ કહ્યું, જો હું પાર્ટીની વિરૂદ્ધમાં બોલીશ તો મારા ઉપર આઈટી, સીબીઆઈ અને ઈડી જેવી કેંદ્રીય તપાસ એજન્સીઓ દરોડા પાડી શકે છે. મને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ અન્વયે ધરપકડ પણ કરવામાં આવી શકે છે.
આ દરમિયાન ડિસૂજાએ ગોવાના પૂર્વ મુખ્યમંત્રી લક્ષ્મીકાંત પારસેકર પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, આ પહેલા જ્યારે હું પાર્ટીની વિરૂદ્ધમાં બોલ્યો હતો ત્યારે રાજ્યની પારસેકર સરકારે મારા ઠેકાણાઓ પર આઈટીના દરોડા પાડ્યા હતા. કેંદ્રીય તપાસ એજન્સીઓ પર આરોપ લાગી રહ્યો છે કે તે સરકારના ઈશારે કામ કરે છે અને જે નેતા સરકાર સામે બોલે છે તેની સામે એજન્સીઓ દરોડા પાડે છે.