ભાજપના આ મુખ્યમંત્રીને ચોથા સ્ટેજનું કેન્સર, પેટના દુઃખાવાની સારવાર માટે ગયા ને ખબર પડી, જાણો વિગત
નવી દિલ્હીઃ ભાજપના નેતા અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને પેંક્રિયાટિક કેન્સર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કેન્સર એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે. પર્રિકર સારવાર માટે અમેરિકા ગયા છે. મુંબઇની લીલાવતી હોસ્પિટલ અને ગોવાના મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સૂત્રોએ પર્રિકરને કેન્સર હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં પેટના દુખાવાની ફરિયાદ સાથે મનોહર પર્રિકર હોસ્પિટલમાં દાખલ થયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટમા દુખાવાની ફરિયાદ પછી પારિકરને ગોવાના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યારપછી ડોક્ટર્સની સલાહના આધારે તેમને લીલાવતી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે પર્રિકર ગોવાના મુખ્યમંત્રી સિવાય નાણા મંત્રાલય પણ સંભાળી રહ્યા છે. તેમની ખરાબ તબિયને પગલે ગોવા સરકારના 33 દિવસના બજેટ સેશનને ઘટાડીને ચાર દિવસનું કરવામાં આવ્યું હતું. પારિકરને મળવા માટે વડાપ્રધાન મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ લીલાવતી હોસ્પિટલ આવ્યા હતા.
18 ફેબ્રુઆરીએ અમુક રિપોર્ટ્માં જણાવવામાં આવ્યું હતું કે, મનોહર પર્રિકર પેંક્રિયાટિક કેન્સરના એડ્વાન્સ સ્ટેજ 4થી પીડાઈ રહ્યા છે. જોકે ત્યારે હોસ્પિટલે આ વાતનો ઈનકાર કર્યો હતો. તે સમયે લીલાવતી હોસ્પિટલે તેમના એક નિવેદનમાં કહ્યું હતું કે, મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય વિશે મીડિયા અફવા ફેલાવી રહી છે.
ગોવા હોસ્પિટલના સૂત્રોના કહેવા પ્રમાણે, આ કેન્સર ઘણા એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે. તેમને જ્યારે દાખલ કરવામાં આવ્યા ત્યારે આ કેન્સરની જાણ થઇ હતી. તેમને જ્યારે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ત્યાં તેમની પહેલા તબક્કાની કિમો થેરપી પણ કરવામાં આવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -