BJP ધારાસભ્યએ રાહુલ ગાંધીની કરી પ્રશંસા, કહ્યું- તેમના જેવા નેતાની દેશને છે જરૂર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 30 Jan 2019 04:52 PM (IST)
1
લોબોએ કહ્યું કે, પોતાના અંગત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી મુખ્યમંત્રી મનોહર પર્રિકરને સ્પેશિયલ મળવા માટે વિધાનસભા આવ્યા. તેમણે તેમની તબિયત પૂછી અને જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.
2
નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગોવા પ્રવાસમાં રાજ્યમાં મુખ્યમંત્રી મનોહર પર્રિકર સાથે મુલાકાત કરી તેમની તબિયત જાણી હતી. રાહુલની આ વાતથી ભાજપના એક ધારાસભ્ય પણ પ્રભાવિત થયા છે. ગોવાના ડેપ્યુટી સ્પિકર અને ભાજપના ધારાસભ્ય માઇકલ લોબોએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે.
3
તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાદગી અને વિનમ્રતાની પ્રશંસા ગોવાના લોકો અને દેશભરના લોકો દ્વારા કરવી જોઈએ. તેઓ ખૂબ જ સરળ આદમી છે અને ગોવા તથા દેશને આવા નેતાની જરૂર છે.
4