લોકસભા ચૂંટણીમાં કયો પક્ષ કઇ જાહેરાત પર કેટલો ખર્ચ કરે છે તેના પર ગૂગલ રાખશે નજર, આ રીતે મળી શકશે દરેકની માહિતી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગૂગલની આ પહેલનો ઉદેશ્ય ઓનલાઇન રાજકીય જાહેરાતોમાં પારદર્શિતા લાવવા અને મતદારોને ચૂંટણી સંબંધિત સૂચનાઓ આપવામાં સક્ષમ બનાવવાનો છે.
ગૂગલે આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય જાહેરાતોના મામલે પારદર્શિતા લાવવા આ પગલુ ઉઠાવ્યુ છે.
આ રિપોર્ટ અને જાહેરાત લાઇબ્રેરી માર્ચ 2019થી દરેક માટે ડાયરેક્ટ અવેલેબલ થશે. કંપનીએ કહ્યું કે, આનાથી ચૂંટણી જાહેરાતો ખરીદનારા વિશે અને જાહેરાત પર કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, આની વિસ્તૃત માહિતી હશે.
ગૂગલે એક નિવેદનમાં કહ્યું કે, ઓનલાઇન ચૂંટણી જાહેરાતોમાં વધારે પારદર્શિતા લાવવા માટે કંપની ભારત પર કેન્દ્રિય એક 'રાજકીય જાહેરાત પારદર્શિતા રિપોર્ટ' અને એક સાર્વજનિક ઓનલાઇન રાજકીય જાહેરાત લાઇબ્રેરી (Online Political Advertisement Library) લૉન્ચ કરશે જેને લોકો સર્ચ કરી શકશે.
નવી દિલ્હીઃ સર્ચ એન્જિન ગૂગલે આગામી લોકસભા ચૂંટણી માટે કમર કરી છે. કઇ રાજકીય પાર્ટી કેટલી જાહેરાતો આપી રહી છે ને કેટલો ખર્ચ કરી રહી છે તેનો ખુલાસો ગૂગલ કરશે, એટલે હવે ઓનલાઇન એડવર્ટાઇઝમેન્ટ પર યોગ્ય પ્રમાણમાં રોક લાગી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -