ગૂગલમાં સૌથી વધુ સર્ચ થઈ ‘બાહુબલિ- 2’, સની લિયોન ફરી એક વાર ટોપ એન્ટરટેઇનર
આ વર્ષની ટોપ 'વ્હોટ ઇઝ' ક્વેરીઝમાં GST, બિટકોઇન, જલિકટ્ટુ અને BS3 વેહિકલ મોસ્ટ ટ્રેન્ડિંગ થીમ્સમાં રહ્યા.
વર્ષ 2016ની સરખામણીએ 2017માં ઓનલાઇન ટ્રાફિકમાં હાઇ સ્પાઇક ધરાવતી જે સર્ચ ટર્મ્સ છે, તેના આધારે ગૂગલે 9 લિસ્ટ્સ જાહેર કર્યા છે જેમાં અલગ-અલગ સેક્શન્સમાં આ ક્વેરીઝને વિભાજિત કરવામાં આવી છે. જેમાં. (1) ટોપ ટ્રેન્ડિંગ ક્વેરીઝ ઓવરઓલ (2) ટોપ ટ્રેન્ડિંગ ન્યુઝ (3) ટોપ ટ્રેન્ડિંગ એન્ટરટેઇનર્સ (4) ટોપ ટ્રેન્ડિંગ મુવીઝ (5) ટોપ ટ્રેન્ડિંગ સોંગ્સ (6) સ્પોર્ટિંગ ઇવેન્ટ્સ (7) ટોપ ટ્રેન્ડિંગ નીયર મી (8) ટોપ ટ્રેન્ડિંગ હાઉ ટુ (9) ટોપ ટ્રેન્ડિંગ વોટ ઇઝ
ગુગલ પ્રમાણે આ વર્ષની ટોપ ટ્રેંગિગ સોગ્સમાં અર્જૂન કપૂર અભિનિત ફિલ્મ મુબારકાંનું ગીત ‘હવા હવા’ નંબર-1 રહ્યું જ્યારે બીજા નંબરે ‘મેરે રશ્કે કમર’ગીત રહ્યું છે.
આ વર્ષે ફરી એકવાર સન્ની લિયોન ટોપ એન્ટરટેઇનર રહી, જે પછીના નંબરે યુટ્યૂબ સિંગિંગ સેન્સેશન વિદ્યા વોક્સની સાથે બિગ બોસના કન્ટેસ્ટન્ટ્સ અર્શી ખાન અને સપના ચૌધરી રહ્યા.
નવી દિલ્હી: સર્ચ એન્જિન ગૂગલે આજે વર્ષ 2017ના સર્ચ રિઝલ્ટ્સ જાહેર કર્યા. રિઝલ્ટ્સ પ્રમાણે, આ વર્ષે 'બાહુબલિ 2: ધ કન્કલુઝન' ગૂગલ પર ટોપ ટ્રેન્ડિંગ સર્ચ ક્વેરી રહ્યું છે. ગૂગલ દર વર્ષે ઇયર ઈન સર્ચ જાહેર કરે છે. જેમાં વર્ષ દરમિયાન સર્ચ કરવામાં આવેલા ટ્રેન્ડસ હોય છે. તેને અલગ અલગ દેશો મુજબ જાહેર કરવામાં આવે છે. ગૂગલ મુજબ 2017માં એન્ટરટેઇનમેન્ટ અંગે ભારતમાં સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું.
ગુગલમાં સૌથી વધુ સર્ચ થયેલી ફિલ્મ બાહુબલી-2 બાદ બીજા નંબરે ઇન્ડિયન પ્રિમિયર લીગને સર્ચ કરવામાં આવી છે, તેના બાદ ત્રીજી સૌથી વધુ સર્ચ થયેલી ક્વેરી છે, 'લાઇવ ક્રિકેટ સ્કોર'. ટોપ ટેન ક્વેરીઝની લીસ્ટમાં બોલીવુડ ફિલ્મ દંગલ, બદ્રીનાથ કી દુલ્હનિયા અને હાફ ગર્લફ્રેન્ડ જેવી ફિલ્મને સર્ચ કરવામાં આવી છે.