હવે ડ્રાઇવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરવું થશે ફરજીયાત, સરકાર લાવી રહી છે કાયદો
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે ડ્રાઇવિંગ લાયસન્સને પણ આધાર સાથે લિંક કરવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં ડ્રાઇવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરવાનું ફરજીયાત કરશે. તેના માટે સરકાર નવો કોયદો લાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેઓએ કહ્યું, ડ્રાઇવિંગ લાયસન્સને આધાર સાથે જોડવાથી દુર્ઘટના સમયે આરોપીને પકડવામાં મદદ મળશે. રવિશંકર પ્રસાદે કહ્યું, હાલમાં જ્યારે દુર્ઘટના કરનાર વ્યક્તિ ઘટના સ્થળેથી ભાગી જાય છે અને ડુપ્લીકેટ લાયસેન્સ મેળવી લે છે. જે તેને સજાથી બચવા મદદ મળે છે. પરંતુ લાયસન્સને આધાર સાથે જોડ્યા બાદ, તમે ભલે પોતાનું નામ બદલી નાખો પરંતું બાયોમેટ્રિક બદલી નહીં શકો. જ્યારે કોઈ વ્યક્તિ ડુપ્લીકેટ લાયસન્સ માટે જશે તો સિસ્ટમ કહેશે કે આ વ્યક્તિ પાસે પહેલેથી જ લાયસન્સ છે. તેને નવું લાયસન્સ આપી નહીં શકાય.
પંજાબના ફગવાડામાં લવલી પ્રોફેશનલ વિશ્વવિદ્યાલયમાં કાર્યક્રમને સંબોધન કરતા કાનૂન અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, “સરકાર જલ્દી જ એક નવો કાયદો લાવી રહી છે. જેના બાદ ડ્રાઇવિંગ લાયસન્સને આધાર કાર્ડ સાથે ફરજીયાત લિંક કરવું પડશે.”
- - - - - - - - - Advertisement - - - - - - - - -