PM મોદીના કપડા પર સરકાર નથી કરતી કોઈ ખર્ચ, RTIમાં થયો ખુલાસો
ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે નવી દિલ્લીમાં મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે સૂટ પહેર્યો હતો તેને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો. તેને હરાજી માટે મુકવામાં આવ્યો હતો. સુરતના હીરાના વેપારી લાલજી પટેલે તે સૂટને 4.31 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સૂટ પર નરેન્દ્ર દામોદરદાસ મોદી નામ લખેલું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાન કાર્યાલય તરફથી એક RTIમાં આપવામાં આવેલી જાણકારી મૂજબ PM મોદી પોતના કપડાનો ખર્ચ પોતાની પગારમાંથી કરે છે. તેમના કપડા માટે કોઈ સરકારી ખર્ચ ઉઠાવવામાં આવતો નથી.
નવી દિલ્લી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમણે પહેરેલા કપડા હંમેશા ચર્ચાનો વિષય બને છે. પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીનો એક સૂટ ખૂબજ વિવાદોમાં રહ્યો હતો જે સૂટ પર તેમનું નામ ‘નરેન્દ્ર દામોદર દાસ મોદી’ લખ્યું હતું. હવે પીએમ મોદીના કપડાના ખર્ચને લઈને કરેલી એક આરટીઆઈમાં ખૂબજ રસપ્રદ જાણકારી સામે આવી છે.
આરટીઆઈ કાર્યકર્તા રોહિત સબ્બરવાલે માહિતી અધિકાર અંતર્ગત આ જાણકારી માગી હતી. પીએમઓ તરફથી કહેવામાં આવ્યું કે પીએમના અંગત કપડા પર સરકારના ખિસ્સામાંથી કોઈ ખર્ચ કરવામાં આવતો નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -