✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાસપોર્ટ બનાવવા માટે નિયમોમાં થયા ધરખમ ફેરફાર, જાણો જન્મના પૂરાવા તરીકે હવે શું-શું માન્ય રહેશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Dec 2016 07:02 AM (IST)
1

નિયમમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે તેમાં અગાઉના નિયમો પ્રમાણે ૨૬ જાન્યુઆરી ૧૯૮૯ પછી જન્મેલા લોકોને પાસપોર્ટ બનાવવા માટે જન્મ પ્રમાણ પત્ર આપવાનું અનિવાર્ય હતું પણ સરકારે હવે આ નિયમમાં પરિવર્તન લાવી દીધું છે. જેમાં હવે પાસપોર્ટ માટે અન્ય દસ્તાવેજો પણ જન્મના પ્રમાણ તરીકે માન્ય ગણાશે. જેમાં બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવીંગ સર્ટિફિકેટ અને તમારા છેલ્લા શિક્ષણનું પ્રમાણ પત્ર માન્ય ગણાશે. પરંતુ આ દસ્તાવેજો ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તમે કોઈ માન્યતા પ્રાપ્ત સ્કુલમાંથી શિક્ષણ મેળવ્યું હોય.

2

માઈનોર્સ માટે પાસપોર્ટ હવે માતા કે પિતામાંથી કોઈ એકના કાગળોના આધારે બની શકશે. હવે પાસપોર્ટ બનાવવામાં મેરેજ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. જ્યારે સાધુ સંતો પોતાના માતાપિતાના સ્થાને ગુરુનું નામ આપી શકશે. આ સાથે સાધુ સંતોએ એક ઓળખપત્ર અને સેલ્ફ ડિકલેરેશન પણ આપવું પડશે. સરકારી કર્મચારીઓ કે જેમને આઈડેન્ટિટી સર્ટિફિકેટ કે નો ઓબ્જેક્શન સર્ટિ. તેમના સંબંધિત વિભાગ કે માલિક પાસેથી મળતું ન હોય અને અરજન્ટ પાસપોર્ટની જરૂર હોય તો તેઓ પણ સેલ્ફ ડિક્લેરેશન આપી શકે છે. આવા લોકોએ તેમના માલિક કે કંપની કે વિભાગને એમ લખવાનું રહેશે કે તે પાસપોર્ટ માટે અરજી કરી રહ્યા છે.

3

નવા નિયમો અનુસાર પાસપોર્ટ રૂલ, ૧૯૮૦માં નિયત પરિશિષ્ટોની કુલ સંખ્યા હાલના ૧૫થી ઘટાડીને નવ કરવામાં આવી છે. અરજદારો દ્વારા આપવામાં ‌આવનાર જરૂરી તમામ પરિશિષ્ટો એક સાદા કાગળ પર જાતે જ જાહેર કરવાની રહેશે. કોઇ નોટરી/એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ/ફર્સ્ટ ક્લાસ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ સમક્ષ કોઇ નોટરી કોઇ એટેસ્ટેશન/સોગંદનામાની હવેથી જરૂર નહી રહે.

4

હવે વિદ્યાર્થી કોઇ પણ પ્રકારની એપોઇન્ટમેન્ટ વગર પોતાનું ઓનલાઇન રજિસ્ટ્રેશન ફોર્મ અને પોતાના ડોક્યુમેન્ટસ લઇને પાસપોર્ટ સહાયતા કેન્દ્ર(PSK) પહોંચી શકશે. જ્યાં તેના ડોક્યુમેન્ટસ વેરિફિકેશનની કામગીરી કરી પાસપોર્ટનું કામ શરૂ કરી દેવામાં આવશે. એપોઇન્ટમેન્ટ વગર જનારા વિદ્યાર્થીએ બપોરે ૨-૦૦થી ૪-૦૦ની વચ્ચે જ પોતાનું આઇડેન્ટિટી કાર્ડ લઇને પાસપોર્ટ સહાયતા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. ગુજરાત રિઝન પાસપોર્ટ ઓફિસ દ્વારા આ નવતર પ્રયોગ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેને લીધે વિદ્યાર્થીઓને ઘણો લાભ થશે.

5

આ ઉપરાંત સ્પષ્ટ રીતે જન્મ તારીખ લખી હોય એવું પાન કાર્ડ અથવા તો આધાર કાર્ડ કે જેના પર જન્મ તારીખ લખી હોય. ડ્રાઈવિંગ લાયસન્સ પણ જન્મ તારીખ સાથે અહીં માન્ય ગણાશે. વોટર આઈડી કાર્ડ, પોલિસી, બોન્ડ્સ કે લાઈફ ઈન્સ્યોરન્સ જેના પર જન્મતારીખ લખી હોય.

6

નવી દિલ્હીઃ સરકારે પાસપોર્ટ બનાવવાના નિયમમાં મોટા ફેરફાર કર્યા છે. નવા નિયમોમાં જન્મનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને માતા અથવા પિતા અથવા કાયદાકીય અભિભાવકોનો ઉલ્લેખ વિશે અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્યકક્ષાના વિદેશ મંત્રી વીકે સિંહે શુક્રવારે આ અંગેની જાહેરાત કરી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • પાસપોર્ટ બનાવવા માટે નિયમોમાં થયા ધરખમ ફેરફાર, જાણો જન્મના પૂરાવા તરીકે હવે શું-શું માન્ય રહેશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.