Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
નવી નોટોની અછત વચ્ચે સરકારે આપ્યા ખુશખબર,14 નવેમ્બર સુધી અહીં ચાલશે 1000-500ની જૂની નોટ
પરિવહન મંત્રાલયે ટોલ પ્લાઝા પર ગાડીઓ અને ટ્રકની લાંબી લાઇનોને ધ્યાનમાં રાખીને દેશના તમામ ટોલ ટેક્સ પર 14 નવેમ્બર સુધી કોઇ પણ ટેક્સ ન લેવાની જાહેરાત કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે હોસ્પિટલો અને પેટ્રોલ પંપો પર 500 અને 1000 રૂપિયાની જૂની નોટ ચલણમાં રહેવાની સમય સીમાને વધારીને 14 નવેમ્બર કરી દીધી છે. એટલુ જ નહીં દેશના તમામ ટોલ ટેક્સ પર 14 નવેમ્બર સુધી કોઇ પણ ટેક્સ ન લેવાનો પણ કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. નોંધનીય છે કે અગાઉ નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી.
અગાઉ કેન્દ્ર સરકારે કહ્યુ હતું કે, 11 નવેમ્બર સુધી દેશની કોઇ પણ હોસ્પિટલ, પેટ્રોલ પંપ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર જૂની નોટ ચલણમાં રહેશે તેવી જાહેરાત કરાઇ હતી. પરિવહન મંત્રાલયે પણ 11 નવેમ્બર સુધી ટોલ ટેક્સ ન લેવાનું કહ્યુ હતું પરંતુ લોકોની સમસ્યાને ધ્યાનમાં રાખી તેમાં વધારો કરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -