વિવાદિત મુસ્લિમ ધર્મ પ્રચારક ઝાકિર નાઈકની મુશ્કેલીમાં વધારો, સરકારે બ્લોક કરી વેબસાઈટ્સ
હાલમાં જ કેન્દ્ર સરકારે જાકિર નાઇકની એનજીઓ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. જાકિરની સંસ્થા પર ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ પહેલા જાકિર નાઇકની એનજીઓ પર વિદેશથી ભંડોળ લેવા પર રોક લગાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં થયેલા આતંકી હુમલા દરમિયાન આતંકીએ જ્યારે ઝાકિર નાઈકના ભાષણોનો હવાલો આપ્યો ત્યારે ઝાકિરની સંસ્થા ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશ તે વખતે શંકાના ઘેરામાં આવી ગઈ હતી. ત્યારથી સરકાર તેની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppNIAએ આ અંગે જણાવ્યું હતું કે આ એક કાયદાકીય પ્રક્રિયાનો હિસ્સો છે. પુરાવા મેળવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર પૂછપરછ માટે નાઈકને બોલાવવામાં આવી શકે છે. હાલ તે ભારતની બહાર છે. નાઈક પર ઓસામા બિન લાદેનના ગુણગાન કરવાનો આરોપ છે અને તેણે કહ્યું હતું કે તમામ મુસલમાનોએ આતંકવાદી હોવું જોઈએ.
આ પહેલા NIAએ આજે ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન વિરુદ્ધ નોંધાયેલી એક FIR મામલે મુંબઈમાં 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. NIAએ આતંકવાદ વિરોધી કાયદા UAPA હેઠળ નોંધાયેલી એક ફરિયાદમાં નાઈક, આઈઆરએફ અને અન્યના નામો સામેલ કર્યા છે. એનઆઈએએ તમામ દસ્તાવેજને સીલબંધ કરી પોતાના કબજામાં લઈ લીધા હતા. એજન્સીના અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં મુંબઈ પોલીસના જવાનો પણ હાજર હતો.
નવી દિલ્હીઃ વિવાદિત મુસ્લિમ ધર્મ પ્રચારક ઝાકિર નાઈકના ઠેકાણા પર રેડ બાદ સરકારે ઝાકિર નાઈક પર ગાળીયો વધારે મજબૂત કસ્યો છે. સરકારે ઝાકિર નાઈકની તમામ વેબસાઈટ્સને બ્લોક કરી દીધી છે. ઝાકિર નાઈક સાથે જોડાયેલ આ તમામ વેબસાઈટ્સમાં તેની તસવીરો, ભાષણ અને અનેક વીડિયો હતા. એનઆઈએએ ઝાકિર નાઈકના ફેસબુક પેજ અને યૂટ્યૂબ પર પણ નાઈકના વિવાદિત વીડિયો અને ભાષણોને બ્લોક કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -