3 લાખ રૂપિયાથી વધારેનો વ્યવહાર રોકડામાં નહીં થઈ શકે, કર્યા તો થશે કેટલી સજા

સુપ્રિમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી એસઆઇટીની ભલામણના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાળા નાણાના દુષણને ડામવા આ પગલુ સુચવાયું છે.
નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે, ત્રણ લાખથી વધુની રોકડ લેવડ-દેવડ પર પ્રતિબંધ ફરવામાં આવશે. આનો અમલ ૧લી એપ્રિલ ૨૦૧૭થી અમલ થશે.
કાળુનાણું અને ભ્રષ્ટાચારના દુષણને ડામવા માટે આ જાહેરાત કરી હતી. તેમણે રાજકીય પક્ષો માટે પણ મર્યાદા નક્કી કરી હતી. તેઓ દાનવિરો પાસેથી ૨૦૦૦થી વધુનો ફાળો ચેક કે ડીજીટલ માધ્યમથી જ લઇ શકશે. પારદર્શિતા માટે તેમણે આ પગલાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી: આજે અરૂણ જેટલીએ મોદી સરકારનું ચોથું સામાન્ય બજેટ રજૂ કર્યું. સરકારે નાણાંકીય વર્ષ 2017-18ના રજૂ થયેલા બજેટમાં સરકારનું ધ્યાન પોતાની ડીજીટલ યોજનાને આગળ વધારવા ઉપર જ રહ્યું હતું. એક તરફ રાજકીય પક્ષો ઉપર લગામ મુક્યા બાદ નાણામંત્રી જેટલીએ જાહેરાત કરી હતી કે ત્રણ લાખથી વધુનું ચૂકવણુ ડીજીટલ રીતે જ કરવું પડશે.
ગૃહમાં બજેટને રજુ કરતા નાણામંત્રીએ કહ્યું હતું કે સરકારે હાલમાં જારી કરેલ, ભીમ એપ'ને અત્યાર સુધીમાં સવા કરોડ લોકો અપનાવી ચૂકયા છે. આનો હેતુ ભ્રષ્ટાચાર ઘટાડવાનો છે. ભીમ' એપનો ઉપયોગ કરનારા માટે તેમણે રેફરલ સ્કીમની પણ જાહેરાત કરી હતી. સાથોસાથ કેશબેક સ્કીમની પણ જાહેરાત કરી હતી.