✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પાસપોર્ટમાં જન્મ તારીખમાં ફેરફાર હવે સરળ બનશે, જાણો શું છે નવો નિયમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Dec 2016 07:52 AM (IST)
1

જો અરજદાર દ્વારા રજૂ કરાયેલાં દસ્તાવેજોના આધાર પરના દાવાથી પીઆઇએ સંતુષ્ટ હોય તો સંબંધિત સત્તાવાળાઓ દ્વારા સુધારેલી જન્મતારીખ સાથેનો પાસપોર્ટ જારી કરી શકાય છે. ચીફ પાસપોર્ટ ઓફિસર અરુણ ચેટરજીએ જણાવ્યું હતું કે કેસની માર્ગરેખાઓના આધારે પાસપોર્ટ જારી કરતા સત્તાવાળાઓ નવા પાસપોર્ટ જારી કરી શકે છે.

2

અગાઉની માર્ગરેખામાં પાસપોર્ટ જારી કરવાના પાંચ વર્ષમાં જ જન્મ તારીખમાં ફેરફારની વિનંતિ સ્વીકારવામાં આવતી હતી અને એ પછીની સમગ્ર પ્રક્રિયા વિસ્તૃત અને ગૂંચવાડાભરી હતી કેમ કે તેમાં ઘણું પેપરવર્ક થતું હતું. હવે આ પાંચ વર્ષની મર્યાદા દૂર કરી દેવાઈ છે.

3

નવી દિલ્હીઃ સરકારે ટ્રાવેલ ડોક્યુમેન્ટ જારી કરવા સંબંધિત સેવાઓને સરળ બનાવી છે. તેના કારણે હાલમાં પાસપોર્ટમાં જન્મ તારીખમાં ફેરફાર કરવાનું હગે સરળ થઈ જશે. હાલના નિયમમાં ફેરફાર કરતાં સરકારે ડિજિટલ રીતે સહીવાળા લગ્ન અને જન્મ પ્રમાણપત્રને માન્ય પૂરાવા તરીકે મંજૂરી આપી દીધી છે. વિદેશ મંત્રાલયે આ અંગે જરૂરી નિર્દેશો જારી કરી દીધા છે.

4

સુધારેલી માર્ગદર્શિકા મુજબ, પાસપોર્ટ ઈશ્યુ કરતા અધિકારીઓ (પીઆઇએએસ)ને પાસપોર્ટ જારી કર્યા બાદ તારીખ જતી રહી હોય છતાં કોઈ અરજદાર તેની જન્મતારીખમાં ફેરફાર કરવા ઈચ્છે તો તેની અરજી પર વિચારણા કરવા કહેવાયું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પાસપોર્ટમાં જન્મ તારીખમાં ફેરફાર હવે સરળ બનશે, જાણો શું છે નવો નિયમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.