10થી વધુ જૂની નોટ મળી તો ભરવો પડશે તગડો દંડ, સરકારે બહાર પાડ્યું જાહેરનામું
નવી દિલ્હીઃ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ મળવા પર હવે તગડો દંડ ભરવો પડશે. સરકાર જાહેરાનામું બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે, રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની જૂની નોટ જો ૧૦થી વધારે મળી આવશે તો દંડની ચૂકવણી કરવી પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅત્રે નોંધનિય છે કે આઠમી નવેમ્બર ૨૦૧૬ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની જૂની નોટોને બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. ૩૧મી ડિસેમ્બર સુધી આ નોટોને બેંકમાંથી બદલી નાખવા માટે કહેવામાં આવ્યું હતું. આ નોટને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યા બાદ હવે નોટ મળી આવશે તો સજા કરવામાં આવશે. જંગી દંડ લાગુ કરવામાં આવશે. આ સંદર્ભમાં જરૂરી દિશા નિર્દેશ જારી કરાયા છે.
અલબત્ત રિસર્ચ, સ્ટડી અને મુદ્રાશાષાના ઉદ્દેશ્યથી ૨૫ નોટ રાખવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ નિયમોના ભંગ કરવાની સ્થિતિમાં ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ થશે અથવા તો જપ્ત કરવામાં આવેલી રકમની પાંચ ગણી રકમ વસુલ કરવામાં આવશે.
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, રદ કરી દેવામાં આવેલા જૂના ૫૦૦ અને ૧૦૦૦ની ૧૦થી વધુ નોટ હવે મળશે તો ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. કાયદાને અમલી બનાવી દેવામાં આવ્યા બાદ રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટ ૧૦થી વધુ રાખવાની બાબત અપરાધ તરીકે ગણાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -