ઓફિસે મોડા આવવા માટે કર્મચારીએ કારણ આપ્યું: ‘મારે પત્નીના પગ દબાવવા પડે છે ને........’

અશોકકુમારનો જવાબ સાંભળી આસિ. કમિશ્નર પણ દ્રવી ઉઠ્યા હતા જોકે તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં મોડું થવું ન જોઈએ. અશોકકુમારે લખેલા પત્રની જોરદાર ચર્ચા ચાલી હતી. જોત જોતામાં આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો.
પોતાના સ્પષ્ટીકરણમાં અશોકકુમારે લખ્યું હતું કે, મારી પત્ની બિમાર રહે છે. મારે ત્રણ બાળકો છે. ત્રણેયને નાસ્તો બનાવી સ્કૂલે મોકલવા પડે છે. પત્નીને નવડાવીને ભોજન બનાવી ખવડાવવું પડે છે. રોટલી સારી રીતે બનતી નથી. ક્યારેક રોટલી બળી જાય છે. જેના કારણે પત્ની ગુસ્સે ભરાય છે, તેથી ક્યારેક દાળીયા ખાઈને તો ક્યારેક ખીચડી ખાઈને પેટ ભરવું પડે છે. ઘરના બધાં કામ પૂર્ણ કરીને ઓફિસે આવવા નિકળું તો રસ્તામાં માર્ગો ખરાબ હોય છે, ટ્રાફીકજામ થઈ જાય છે, જેના કારણે મોડું થઈ જાય છે પરંતુ ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય.
અશોકકુમાર નામના એક કર્મચારીને રોજ મોડા આવવા બદલ તાજેતરમાં આસિ. કમિશ્નર વર્માએ સ્પષ્ટતા માંગી હતી. જેના કારણે તેમને ચેતવણી પણ આપવામાં આવી હતી કે, જો સ્પષ્ટીકરણ આપવામાં નહીં આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર બાદ અશોકકુમારે જવાબ લખીને આપ્યો હતો.
નવી દિલ્હી: સાહેબ ઓફિસ આવતા પહેલાં મારે રોજ પત્નીના પગ દબાવવા પડે છે, બધાં માટે રસોઈ કરવી પડે છે, બધાંના કપડાં ધોવા પડે છે, બાળકોને તૈયાર કરી સ્કૂલે મોકલવા પડે છે. આ બધાં કારણોથી ઓફિસે આવવામાં મારે મોડું થાય છે. આવું નહીં તેનું હું ભવિષ્યમાં ધ્યાન રાખીશ. આવું કહેવું છે ચિત્રકુટના બાંદામાં સહાયક વાણિજ્ય કર કમિશ્નર કચેરીમાં કામ કરતા એક કર્મચારીનું.