મોદી સરકાર ગરીબોને કરશે માલામાલ,. જન ધન બેંક ખાતામાં કેટલા રૂપિયા જમા કરવાની છે યોજના ? જાણો
નવી દિલ્હીઃ નોટબંધી જાહેર થયાના 23 દિવસ થયા છતાં લોકોને રાહત મળી રહી નથી. લોકોને હજુ પણ રૂપિયા મેળવવા માટે એટીએમ અને બેન્કો આગળ લાઇન લગાવી પડે છે. નોટબંધીથી પરેશાન લોકોને સરકાર ટૂંક સમયમાં રાહત આપી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોટબંધીથી સરકારના ખાતામાં ર.પ લાખ કરોડથી પ લાખ કરોડ રૂપિયા સુધીની રકમ આવવાની સંભાવના છે. એવામાં એવું અનુમાન લગાવવામાં આવી રહી છે કે સરકાર સામાન્ય લોકોના ખાતામાં ૧પ-૧પ હજાર રૂપિયા ટ્રાન્સફર કરી શકે છે.
સરકાર આ રૂપિયાનો એક હિસ્સો ખાતેદારોને આપશે. જો કે સરકારની આ યોજના સામે કોઇ પીઆઇએલ દાખલ કરે તો કાનૂની અડચણ ઉભી થાય તેમ છે. જો કે સરકાર મની ટ્રાન્સફરને સરકારી સબસીડી ગણાવી શકે છે.
HDFCના ચીફ ઇકોનોમિસ્ટ બરૂઆનું કહેવુ છે કે સરકારનો હેતુ લોકોને એ જણાવવાનો પણ હોઇ શકે છે કે , કાળા નાણાની કમાણી તે પોતાની પાસે નહી પરંતુ સામાન્ય લોકોને આપી રહી છે. આ અંગેની જાહેરાત ૩૦મી ડિસેમ્બર પછી થાય તેવી શકયતા છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, સરકાર જનધન ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું ગંભીરતાથી વિચારી રહી છે. જો આવુ શક્ય બનશે તો કુલ રપ.૪ કરોડ જનધન ખાતાઓમાંથી ૮૦ ટકા ખાતેદારોને આનો ફાયદો મળી શકે છે.
૮ લાખ કરોડ રૂપિયા નોટબંધી બાદ ડિપોઝીટ સ્વરૂપે બેંકોમાં જમા થઇ ચુકયા છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમાંથી પાંચ લાખ કરોડ રૂપિયા બેન્કિંગ સિસ્ટમમાં નહી આવે તેને રિઝર્વ બેંક ડિવિડન્ટ સ્વરૂપે સરકારને આપી દેશે.
મોટાભાગના ઝીરો બેલેન્સ ખાતેદારોને આનો લાભ મળશે. દેશમાં હાલ રપ કરોડ પરિવાર છે. સરકાર એ હવે નક્કી કરશે કે તમામ જનધન ખાતાઓને આ યોજનાનો લાભ મળવો જોઇએ ? કે પછી એક પરિવારના એક જ ખાતાને લાભ મળવો જોઇએ.
બરૂઆના કહેવા મુજબ નાણા ટ્રાન્સફર થવાની રકમ એ બાબત ઉપર નિર્ભર થશે કે કેટલા રૂપિયા આવ્યા છે. હાલ રપ.૪ કરોડ જનધન ખાતા ખુલ્યા છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે.
સરકારના આ નિર્ણયથી તેના રાજકીય જ નહી પરંતુ આર્થિક ઇરાદાઓ પણ પરિપૂર્ણ થશે. સરકારનો આ નિર્ણય ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં અસર પાડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -