✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે ખત્મ થશે ફોર્મ ભરવાની ઝંઝટ, મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરવાની તૈયારીમાં સરકાર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Feb 2017 08:31 AM (IST)
1

કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મંત્રાલય ડ્રાઈવિંગ લાયસન્સને લઈને કડક પગલા લેવાની તૈયારીમાં છે. છેતરપીંડિ રોકવા માટે લાયસન્સ બનાવવા દરમિયાન આધાર કાર્ડ આપવું પડશે. અરજીકર્તાએ લાયસન્સ બનાવતા સમયે ફોર્મમાં જરૂરી જાણકારીની સાથે આધાર કાર્ડની વિગતો પણ ભરવી પડશે. તેનાથી ડીએલ બનાવવાતા સમયે થથી છેતરપીંડીને રોકી શકાશે.

2

નવા કાયદા અંતર્ગત નિયમ 10, 14 (1), 17 (1) અને 18 સમાપ્ત કરવામાં આવશે. તેની જગ્યાએ નવું ફોર્મ-2 લાગુ થશે. એટલે કે તમામ કામ માટે તમારે માત્ર ફોર્મ નંબર 2 ભરવાનું રહેશે. ફોર્મમાં લોકોના આધાર કાર્ડ નંબરની સાથે જરરી જાણકારી ઉપલબ્ધ કરાવવાની રહેશે.

3

હાલમાં રાજ્યના રિજનલ ટ્રાન્સપોર્ટ કાર્યાલય (આરટીઓ)માં લર્નિંગ લાયન્સ બનાવવામાં આવે છે. નક્કી સમય બાદ લાયન્સ મેળવવા માટે અરજીકર્તાએ નવું ફોર્મ ભરવું પડે છે. ડ્રાઈવિંગ લાયન્સ રિન્યૂ કરવા, મોટરસાઇકલ અને સ્કૂટરના લાયસન્સને કારના લાયસન્સમાં ફેરવવા મટે ફોર્મ ભરવા પડે છે. ડ્રાઈવિંગ લાયન્સમાં નામમાં સુધારો, ડુપ્લીકેટ લાયસન્સ બનાવવા માટે દરેક વખતે અલગ અલગ ફોર્મ ભરવું પડે છે.

4

નવી દિલ્હીઃ આવનારા દિવસોમાં ડ્રાઇવિંગ લાયન્સ બનાવવું વધારે સરળ થઈ જશે. કેન્દ્ર સરકાર મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. ત્યાર બાદ લર્નિંગ લાયસન્સ, નવું ડ્રાઈવિંગ લાયસન્સ, ડ્રાઈવિંગ લાયસન્સને રિન્યૂ કરવા માટે અલગ અલગ ફોર્મ ભરવાની જરૂર નહીં રહે. મીડિયા અહેવાલ અનુસાર મોટર વ્હીકલ એક્ટ 1989માં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે લાયસન્સ બનાવવામાં થઈ રહેલી છેતરપીંડિ રોકવા માટે સરકાર આધાર કાર્ડ ફરજિયાત કરી શકે છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે ખત્મ થશે ફોર્મ ભરવાની ઝંઝટ, મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરવાની તૈયારીમાં સરકાર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.