Cashless લેવડ-દેવડ માટે સરકાર શરૂ કરશે આધાર પેમેન્ટ સર્વિસ, નહીં પડે મોબાઈલની જરૂર
26 જાન્યુઆરી 2017 સુધી દેશમાં 111 કરોડ લોકો પાસે આધાર નંબર પહોંચી ગયા છે. પ્રસાદને જણાવ્યું કે, સબસિડી માટે આધાર નંબરનો ઉપયોગ કરવાથી વિતેલા બે વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને 36,144 કરોડ રૂપિયાની બચત થઈ છે. દેશમાં 49 કરોડ બેંક ખાતા આધાર સાથે જોડાઈ ગયા છે. દર મહિને બે કરોડ ખાતા આધાર સાથે જોડાઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંત્રીએ એ પણ કહ્યું કે, યૂનિક પેમેન્ટ ઇન્ટરફેસ (યૂપીઆઈ)નો ઉપયોગ કરીને તાત્કાલીક પેમેન્ટ માટે ભારત ઇન્ટરફેસ ફોર મની (ભીમ)ને પણ આધાર પેમેન્ટ માટે લિંક કરવામાં આવ્યું છે.
આધાર પેમેન્ટ માટે 14 બેંક સાથે આવી છે અને ટૂંકમં જ સેવા શરૂ થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, અમે અન્ય બેંકની સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ. સેવા ટૂંકમાં જ શરૂ થઈ જશે.
આઈટી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, આધાર પેમન્ટ માટે લોકો પોતાનો ફોન હંમેશા સાથે રાખવાની જરૂર નહીં પડે. તે કોઈપણ દુકાને જઈને પોતાના આધાર નંબર શેર કરી શકે છે અને પેમેન્ટ કરી શકે અથવા નાણાં મેળવવા માટે બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરી શકે છે.
નવી દિલ્હીઃ સરકાર ટૂંકમાં જ આધાર પેમેન્ટ સર્વિસ શરૂ કરશે. તેના દ્વારા લોકો પોતાના આધાર નંબર અને બાયોમેટ્રિક્સનો ઉપયોગ કરી પેમેન્ટ કરી શકશે અને નાણાં મેળવી શકશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -