સરકાર રચીશું તો સપાના ગુંડાઓને ઉંધા લટકાવીને મારીશું, ભાજપના ક્યા નેતાએ કર્યું આ નિવેદન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Feb 2017 09:49 AM (IST)
સરકાર રચીશું તો સપાના ગુંડાઓને ઉંધા લટકાવીને મારીશું, ભાજપના ક્યા નેતાએ કર્યું આ નિવેદન
1

સમાજવાદી પક્ષના નેતા રામગોપાલ યાદવે શાહની આ ટિપ્પણીના જવાબમાં કહ્યું કે 'લોકો હારવા લાગે ત્યારે આ પ્રકારના બહાના શોધે છે. શાહની તો આવી આદત જ છે. તેમણે ગુજરાતમાં તો સારા લોકો સાથે પણ આવું જ કર્યું હતું.' રામગોપાલે કહ્યું કે વડાપ્રધાનથી તો આખો દેશ ડરેલો છે.

2

અમિત શાહે કહ્યું હતું કે 'પશ્ચિમ યુપીમાં મા-બાપ તેમની દીકરીઓને ભણાવવા માટે દિલ્હીની કોલેજોમાં મોકલે છે. અહીંની કોલેજોમાં એટલા માટે નથી મોકલતા કારણ કે સપાના ગુંડા તેમની દીકરીઓને હેરાન કરે છે. અમે નક્કી કર્યું છે કે જો ભાજપની સરકાર બનશે તો એન્ટિ-રોમિયો સ્કવોડ બનાવીને આ તમામ ગુંડાઓને ઊંધા લટકાવીને સીધા કરી દઈશું.'

3

અમિત શાહે નોઈડામાં એક જાહેરસભામાં સમાજવાદી પક્ષની સરકાર પર ઉગ્ર પ્રહાર કરતા કહ્યું હતું કે જો ભાજપની સરકાર રચાશે તો સપાના ગુંડાઓને સીધા કરી દેશે. રામગોપાલે તેના જવાબમાં પ્રશ્ન કર્યો હતો કે ગુજરાતમાં શું કર્યું હતું.

4

નવી દિલ્લી : ઉત્તરપ્રદેશમાં પ્રથમ તબક્કાના મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ નેતાઓની નિવેદનબાજી તીવ્ર બની રહી છે. ભાજપના પ્રમુખ અમિત શાહ અને સમાજવાદી પક્ષના નેતા રામગોપાલ યાદવ વચ્ચે આવું જ ઉગ્ર વાકયુદ્ઘ થયું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • સરકાર રચીશું તો સપાના ગુંડાઓને ઉંધા લટકાવીને મારીશું, ભાજપના ક્યા નેતાએ કર્યું આ નિવેદન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો