તેલંગાણાઃ સીએમ ચંદ્રશેખર રાવે ભંગ કરી વિધાનસભા, ચાલુ વર્ષે જ થઈ શકે છે ચૂંટણી
તેલંગાણામાં વિધાનસભાની કુલ 119 સીટ છે. રાજ્યની વર્તમાન સ્થિતિ મુજબ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) પાસે 90, કોંગ્રેસ 13 અને બીજેપી 05 સીટો ધરાવે છે. ટીઆરએસ સરકારના આ ફેંસલા બાદ બીજેપી પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું તે, ચૂંટણીને લઈ ફેંસલો લેવાનો અધિકાર ટીઆરએસનો છે. પરંતુ તેમણે શા માટે આવો ફેંસલો લીધો તે રાજ્યની જનતાને જણાવવું પડશે. કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાથી ભયભીત છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચંદ્રશેખર રાવ ઘણા દિવસોથી આ અંગે ફેંસલો લેવાનું વિચારતા હતા. જેને લઈ તૈયારીઓ શરૂ કરી હતી. તાજેતરમાં જ મુખ્યમંત્રી કેસીઆરે રાજ્યમાં મેગા રેલીનું આયોજન કર્યું હતું. જે બાદ રાજ્યમાં મોટા પાયે આઈપીએસ અને આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. કેસીઆરે ટીઆરએસના વરિષ્ઠ નેતાઓને ચૂંટણી અંગે તૈયારી કરવા પણ કહ્યું હતું.
હૈદરાબાદઃ તેલંગાણાની મુખ્યમંત્રી કે ચંદ્રશેખ રાવની કેબિનેટે મોટો ફેંસલો લીધો છે. કેસીઆર કેબિનેટે સમય પહેલા વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય લીધો છે. તેલંગાણાની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂન, 2019 સુધી હતો અને તેલંગાણામાં ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે થવાની હતી. કેસીઆર દ્વારા આ અંગે રાજ્યપાલને માહિતી આપી દેવામાં આવી છે. કેસીઆરની પાર્ટી ટીઆરએસ તેલંગાણામાં ચૂંઠણી મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન સાથે થાય તેમ ઈચ્છે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -