નોટબંધીના અંતિમ 10 દિવસમાં જમા થયેલ રકમની તપાસ કરશે સરકાર
ઇન્કમટેક્ષ વિભાગ અને ઇડી જેવી તમામ એજન્સીઓ આ અંગે કરવામાં આવેલા વિશ્લેષણોના આધાર પર કાર્યવાહી કરી રહી છે. આ દરમિયાન બેંકોમાં શંકાસ્પદ લેવડ-દેવડ સાથે જોડાયેલુ રિપોર્ટીંગ ચારગણુ વધી ગયુ હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએજન્સીઓનુ ફોકસ આરટીજીએસ અને અન્ય માધ્યમોથી થતા નોન કેશ ડિપોઝીટો ઉપર પણ છે. તમામ એજન્સીઓ આ દરમિયાન આંકડાઓ એકબીજાને આપી રહી છે. આ દરમિયાન ખોલવામાં આવેલા ટર્મ ડિપોઝીટ, લોન એકાઉન્ટ સહિતની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
અધિકારીના જણાવ્યા પ્રમાણે નોટબંધી યોજનાના અંતિમ ૧૦ દિવસમાં સરકારે કેશ ડિપોઝીટ કરનાર લોકો, ઇ-વોલેટ ટ્રાન્સફર અને આયાત માટે થયેલા એડવાન્સ પેમેન્ટ પર બારીકાઇથી નજર રાખવાનુ શરૂ કર્યુ છે. આ દરમિયાન સરકાર એજન્સીઓ કેશ ડિપોઝીટ સાથે જોડાયેલા આંકડાઓને જમા કરી તેનુ વિશ્લેષણ કરી રહી છે.
આયકર વિભાગ એવા મામલાઓમાં કાર્યવાહીની શરૂઆત કરી ચુકયુ છે કે જેમાં પાન નંબરના ઉલ્લેખ વગર પ૦,૦૦૦ રૂપિયા ઉપરની રકમ જમા કરવામાં આવી હોય. સરકાર આવા લોકોની ઓળખ માટે તમામ પ્રકારો અને સ્ત્રોતોનો ઉપયોગ કરી રહી છે અને તેને વિશ્વાસ છે કે આનાથી ટેકસ આવકમાં વધારો થશે. સરકારના પ્રત્યક્ષ કર સંગ્રહમાં પણ ઘણો વધારો થશે.
રિઝર્વ બેંકે બંધ કરેસી પ૦૦ અને ૧૦૦૦ રૂપિયાની નોટને બેંકોમાં જમા કરવા માટે પ૦ દિવસનો સમય આપ્યો હતો. એ દરમિયાન બેંકો અને પોસ્ટમાં રહેલ ખાતાઓમાં રોકડ ડિપોઝીટની તપાસ થઇ રહી છે. એક ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે એજન્સીઓ નોટબંધીના નિર્ણય બાદ ટર્મ ડિપોઝીટ અને લોન ખાતાઓની તપાસ પણ શરૂ કરી દીધી છે.
નવી દિલ્હીઃ સરકારે નોટબંધી બાદ શંકાસ્પદ લેવડ દેવડની તપાસનો વ્યાપ વધારી દીધો છે. હવે નોટબંધીના અંતિમ 10 દિવસમાં કરવામાં આવેલ લેવડ દેવડની તપાસ કરવાનું સરકારે શરૂ કર્યું છે. સાથે જ ઈ-વોલેટમાં ટ્રાન્સફર તથા આયાત માટે એડવાન્સ પેમેન્ટની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -