ચૂંટણી ફંડ માટે હવે આવશે ઇલેક્ટોરલ બોન્ડ, નાણા મંત્રી જેટલીએ કરી જાહેરાત
જ્યારે પારદર્શિતા માટે લડી રહેલા કાર્યકર્તાઓનું કહેવું છે કે ચૂંટણી જીત્યા બાદ કઈ પાર્ટી કઈ સંસ્થા કે કંપનીના હિતો માટે ગેરવાજબી મદદ કરે છે તેના પર લગામ લગાવવી મુશ્કેલ બનશે.
આ બોન્ડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પસંદગીની શાખાઓમાં મળશે. બોન્ડ ખરીદ્યાના 15 સુધી તે માન્ય રહેશે.
બોન્ડ દ્વારા દાન આપનારે તમામ જાણકારી (કેવાયસી) બેંકને આપવી પડશે પરંતુ બોન્ડમાં દાનકર્તાની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
દાનકર્તા ચૂંટણી પંચમાં રજિસ્ટર કોઇપણ પાર્ટીને આ દાન આપી શકે છે. જોકે જે પાર્ટીને દાન આપવું હોય તેને ચૂંટણીમાં કુલ વોટના ઓછામાં ઓછા 1 ટકા વોટ મળ્યા હોવા જરૂરી છે.
ચૂંટણી પ્રક્રિયામાં સુધારા માટે કામ કરી રહેલી સંસ્થાઓ પહેલાથી જ દાનકર્તાના નામ ગુપ્ત રાખવા પર નારાજગી વ્યક્ત કરી ચુકી છે. તેમના કહેવા મુજબ નામ ગુપ્ત રાખવું પારદર્શિતાની સામે છે.
સરકારે બ્લેક મની પર નિયંત્રણ લગાવવા માટે બોન્ડ દ્વારા ફંડ આપવાની યોજના બનાવી છે.
નવી દિલ્હીઃ સરકારે ચૂંટણી ફંડ માટે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમની જાહેરાત કરી દીધી છે. રાજકીય પક્ષોને બોન્ડ દ્વારા ફંડ આપવાની યોજનાની જાહેરાત ગત વર્ષના બજેટમાં કરવામાં આવી હતી. નાણામંત્રી અરૂણ જેટલીએ સંસદમાં આ અંગેની જાહેરાત કરતાં આજે(બુધવારે) કહ્યું કે, ભારતનો કોઈપણ નાગરિક, કંપની, સંસ્થા ચૂંટણી ફંડ માટે બોન્ડ ખરીદી શકશે.
લોકસભામાં આ અંગે જેટલીએ જણાવ્યું કે, ચૂંટણી બોન્ડને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા શરૂ થવાથી દેશમાં રાજકીય પક્ષોને મળતા ફંડની પ્રક્રિયામાં ઘણા અંશે પારદર્શિતા આવશે. રાજકીય પક્ષોના ફંડ માટે વ્યાજ મુક્ત બોન્ડ્સ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટબોરમાં 10 દિવસ સુધી ખરીદી શકાશે. લોકસભા ચૂંટણીમાં આ વિન્ડો 30 દિવસ સુધી ખુલ્લી રહેશે.