હવે ડ્રાઈવીંગ લાયસન્સ કઢાવવું પડશે મોંઘું, જાણો કેટલી વધી ફી
ડ્રાઇવીંગ શીખાવનાર લાયસન્સના નવીનીકરણ માટેની ફી રપ૦૦ રૂપિયાને બદલે હવે રૂપિયા૧૦,૦૦૦ થશે. ડ્રાઇવીંગ સ્કુલોએ ડુપ્લીકેટ લાયસન્સ માટે હવે રપ૦૦ને બદલે રૂપિયા પ૦૦૦ આપવા પડશે. લાયસન્સીંગ ઓથોરીટીના આદેશ વિરૂધ્ધ અપીલની ફી રૂપિયા ૧૦૦ થી વધારીને રૂપિયા પ૦૦ કરવામાં આવી છે. ડ્રાઇવીંગ લાયસન્સમાં સરનામા કે કોઇ વિવરણ બદલવા માટે રૂપિયા ર૦૦ આપવા પડશે. આંતરરાષ્ટ્રીય ડ્રાઇવીંગ લાયસન્સની ફી રૂપિયા પ૦૦થી વધારીને રૂપિયા ૧૦૦૦ કરવામાં આવી. ડ્રાઇવીંગ લાયસન્સ રીન્યુઅલ માટે રપ૦ને બદલે ર૦૦ આપવા પડશે.
જે વાહન આ શ્રેણીમાં નથી આવતા તેમની રજીસ્ટ્રેશન ફી ૩૦૦ થી વધારીને ૩૦૦૦ રૂપિયા કરવામાં આવી છે. રજીસ્ટ્રેશનના પ્રમાણપત્ર તરીકે સ્માર્ટકાર્ડ માટે ર૦૦ રૂપિયા વધારાના આપવા પડશે. રજીસ્ટ્રેશનમાં વિલંબ બદલ મોટર સાયકલમાં ૩૦૦ રૂપિયા અને કાર માટે પ૦૦ રૂપિયા દર મહિને વિલંબ ફી આપવી પડશે. આ ફીની વધુમાં વધુ મર્યાદા નથી. અગાઉ આ ફી રૂપિયા ૧૦૦ હતી.
આ જ પ્રકારે નવા વાહનોના રજીસ્ટ્રેશનના મામલામાં મોટર સાયકલની ફી રૂપિયા ૬૦થી વધારીને ૩૦૦ રૂપિયા, પ્રાઇવેટ મોટરકાર (એલએમવી)ની ર૦૦થી વધારીને રૂપિયા૬૦૦, એલએમવી (ટી)ની ફી રૂપિયા૩૦૦થી વધારીને ૧૦૦૦ રૂપિયા, મધ્યમ ગુડસ તથા પેસેન્જર વાહનોની ફી ૪૦૦થી વધારીને ૧૦૦૦ રૂપિયા, હેવી ગુડસ તથા પેસેન્જર વાહનોની ફી ૬૦૦થી વધારીને રૂપિયા ૧પ૦૦, ઇમ્પોર્ટેડ મોટર સાયકલની ફી ર૦૦થી વધારીને રૂપિયા રપ૦૦ તથા ઇમ્પોર્ટેડ કારની રજીસ્ટ્રેશન ફી ૮૦૦થી વધારીને રૂપિયા પ૦૦૦ કરવામાં આવી છે.
આ જ પ્રકારે કોઇ એક શ્રેણી માટે પાકુ લાયસન્સ બનાવવા માટે પહેલા જયાં એક શ્રેણી માટે રપ૦ રૂપિયા લાગતા હતા તે માટે હવે રૂપિયા ૭૦૦નો ખર્ચ થશે. પહેલા ચુકવાતા રૂપિયા રપ૦માંથી ર૦૦ રૂપિયા સ્માર્ટકાર્ડ ડ્રાઇવીંગ લાયસન્સ ફીના હતા અને પ૦ રૂપિયા ડ્રાઇવીંગ લાયસન્સ ફી હતી. હવે કાયમી લાયસન્સની નવી ફીના રૂપિયા ૭૦૦માં ર૦૦ રૂપિયા લાયસન્સ જારી કરવાના, ર૦૦ રૂપિયા સ્માર્ટકાર્ડ પર લાયસન્સ જારી કરવાના અને ૩૦૦ રૂપિયા ડ્રાઇવીંગ લાયસન્સ ફીના હશે.
ફીમાં ફેરફાર બાદ કોઇ એક શ્રેણી માટે રૂપિયા ૩૦માં બનતુ લર્નીંગ લાયસન્સ હવે ર૦૦ રૂપિયામાં બનશે. આમા રૂપિયા૧પ૦ લર્નર લાયસન્સની ફી અને પ૦ રૂપિયા લર્નર લાયસન્સના ટેસ્ટની ફી હશે. ટેસ્ટમાં ફેઇલ થવા પર રીપીટ ટેસ્ટ માટે વધારાના રૂપિયા પ૦ આપવા પડશે. રીપીટ ટેસ્ટની ફી પહેલીવાર નક્કી કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ આવનારા સમયમાં ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા માટે પહેલાની સરખામણીમાં પાંચ ગણી વધારે ફી આપવી પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે મોટર વ્હીકલ એક્ટરમાં 22મુ સંશોધન કરતા આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. વિવિધ રાજય સરકારો તેને અનુસરી રહી છે. હવે લાયસન્સ બનાવવા માટે ૩થી ૬ ગણી વધુ રકમ ચુકવવી પડશે તો વાહનોનું રજીસ્ટ્રેશન પણ મોંઘુ થશે જેના માટે પણ ૩થી ૬ ગણી વધારે ફી દેવી પડશે. જો કે આ વધારો રજીસ્ટ્રેશન ફીની મુળ રકમ પર જ રહેશે.