રેલવે યાત્રા પર છૂટ માટે આધાર કે યુઆઇડી ફરજિયાત બનાવી શકે છે સરકાર
રેલવેએ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ ૧૬૦૦ કરોડ રૂપિયાની રાહત આપી હતી, જેનો સૌથી વધુ લાભ સિનિયર સિટિઝનને મળ્યો છે. સરકારી આંકડા મુજબ હવે ૧૦૦ કરોડ આધાર કાર્ડ્સનું વિતરણ થઈ ગયું છે. મતલબ કે દેશની મોટાભાગની વસતીને આધાર નંબર આપી દેવાયો છે. આવા સંજોગોમાં કન્સેશનનો દુરુપયોગ અટકાવવાના હેતુથી તેના માટે આધાર ફરજિયાત બનાવવા અંગે બજેટમાં જાહેરાત થાય તેવી સંભાવના છે.
સૂત્રોએ કહ્યું હતું કે આધાર કે યુઆઈડી ફરજિયાત કરવાથી કન્સેશનનો ખોટો લાભ લેતા લોકો પર અંકુશ મુકાશે અને ગરબડ અટકાવવામાં મદદ મળશે. રેલવે ૫૦થી વધુ કેટેગરીના મુસાફરોને વિવિધ સ્તર પર રાહત-કન્સેશન આપે છે.
તેમાં સિનિયર સિટિઝન, વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્ટુડન્ટ્સ, શિક્ષકો, ડોક્ટર, નર્સ, દર્દી, ખેલાડી, બેરોજગાર યુવાઓ, અર્જુન પુરસ્કાર મેળવનારા વિજેતાઓ, વગેરેનો સમાવેશ છે.
નવી દિલ્હીઃ 1 ફેબ્રુઆરીના રજો રજૂ થનાર બજેટમાં રેલવે પ્રવાસ પર છૂટ અથવા કન્સેશન માટે સરકાર આધાર કે યુઆઈડી ફરજિયાત કરવા પર વિચાર કરી રહી છે. નામાં પ્રધાન 1 ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટની જાહેરાત કરી શકે છે. આ વખતે રેલવે બજેટ અને સામાન્ય બજેટ એક સાથે જ રજૂ થશે.