✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અનાજ સબસિડી માટે જરૂરી થશે આધાર કાર્ડ, જૂન સુધીમાં રાશનની દુકાનો પર ડિજિટલ પેમેન્ટ શરૂ થઈ જશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Jan 2017 08:23 AM (IST)
1

પાસવાને જણાવ્યું કે, બિહાર અને ઉત્તરાખંડે જુલાઈ સુધી કેશલેસ સિસ્ટમ સ્થાપિત કરવાનું વચન આપ્યું છે જ્યારે અંડમાન અને નીકોબાર અને જમ્મૂ કાશ્મીરે વર્ષના અંત સુધીમાં આમ કરવાનું વચન આપ્યું છે. નોટબંધીની ટીકા કરનાર પશ્ચિમ બંગાળે પણ જૂન સુધીમાં કેશલેસ સિસ્ટમ ચાલુ કરવા માટે સમહતી દર્શાવી છે.

2

પાસવાને કહ્યું કે, હાલમાં અંદાજે 5.27 લાખ રાશનની દુકાનોમાંથી અંદાજે 29,000 દુકાનો પર ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. અમને એ વાતનો આનંદ છે કે અનેક રાજ્યમાં માર્ચ સુધી રાશનની દુકાનોમાં 100 ટકા કેશલેસ સિસ્ટમ આવી જશે. તેમણે કહ્યું કે, આંધ્ર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, દિલ્હી અને મહારાષ્ટ્ર રાજ્યોએ પોતાની રાશનની દુકાનોમાં માર્ચ સુધી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવાનું વચન આપ્યું છે. મોટાભાગના રાજ્યોમાં જૂન સુધીમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ થઈ જશે.

3

ખાદ્ય કાયદા અંતર્ગત 80 કરોડથી વધારે લોકોએ પાંચ કિલોગ્રામ ઘઉં અથવા ચોખા પ્રતિ વ્યક્તિ દર મહિને બેથી ત્રણ રૂપિયાપ્રતિ કિલોએ મળે છે જેનાથી રાજકોષ પર 1.4 લાખ કરોડ રૂપિયા વાર્ષિકનો બોજ પડે છે. નોટબંધી બાદ ડિજિટલ લેવડ દેવડ અને કેશલેસ વ્યવહારને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન અંતર્ગત ખાદ્ય અને ઉપભોક્તા મામલના પ્રધાન રામવિલાસ પાસવાને એક રાષ્ટ્રીય સમ્મેલનમાં આ વાત કહી.

4

નવી દિલ્હીઃ સરકારે કહ્યું કે, તેની રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત સબસિડીયુક્ત કાદ્યાન્ત માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવાની યોજના છે. સરકારે રાજ્યોને કહ્યું કે, તે આધાર કાર્ડને રાશન કાર્ડની સાથે જોડે. જોકે, તેને ફરજિયાત કરવામાં આવશે. કેન્દ્રએ એ પણ કહ્યું કે, રાજ્યએ જૂન સુધી રાશનની દુકાનોમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સ્થાપિત કરવાનું વચન આપ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • અનાજ સબસિડી માટે જરૂરી થશે આધાર કાર્ડ, જૂન સુધીમાં રાશનની દુકાનો પર ડિજિટલ પેમેન્ટ શરૂ થઈ જશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.