હવે નહીં આવે વીજળી બિલ! મોદી સરકારે લીધો મોટો નિર્ણય
નવી દિલ્હીઃ દર મહિને વીજળીના વધતા બીલથી લગભઘ દરેક લોકો પરેશાન હશે. મોટાભાગના લોકો એવું જ વિચારતા હશે કે, આપણે જેટલી વીજળીનો ઉપયોગ કર્યો છે તેના કરતાં વધારે જ બીલ આવ્યું છે. લોકોની આવી ફરિયાદનું સમાધાન કરવા માટે ઉર્જા મંત્રાલયે એક નિર્ણય કર્યો છે. ઉર્જા મંત્રાલય 1 એપ્રિલ, 2019થી તમામ રાજ્યોમાં સ્માર્ટ પ્રીપેડ મીટર ફરજિયાત કરવાની યોજના બનાવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમામ સ્માર્ટ મીટર્સ પાવર કોર્પોરેશનમાં બનેલા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા રહેશે. કર્મચારી સૉફ્ટવેર દ્વારા કંટ્રોલ રૂમમાંથી મીટર રીડિંગ નોટ કરી શકશે. આ ઉપરાંત, જો કોઈ મીટર સાથે ચેડા કરશે, તો તેની જાણ કંન્ટ્રોલ રૂમમાં થઈ જશે. જો ગ્રાહક સમયસર વીજળી બિલ ચૂકવતો નથી, તો તેના મીટર કનેક્શન પણ કાપી નાખવામાં આવશે. આ માટે, ગ્રાહકોના ઘરે જવાની જરૂર નથી.
સરકારના જણાવ્યા પ્રમાણે, સ્માર્ટ મીટર ગરીબના હિતમાં છે કારણ કે ગ્રાહકોને એક મહિનામાં સંપૂર્ણ મહિનાનું બિલ ચૂકવવાની જરૂર નથી. તેના બદલે તેઓ તેમની જરૂરિયાતો અનુસાર બિલ ચૂકવી શકે છે. એટલું જ નહીં, સ્માર્ટ પ્રીપેઇડ મીટર્સના ઉત્પાદનમાં મોટા પાયે યુવાનો માટે નોકરીની તક પણ ઊભી થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -