અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે મોદી સરકાર ક્યારે વટહુકમ બહાર પાડશે? અમિત શાહે શું આપ્યો જવાબ?
રામમંદિરના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાન્યુઆરીમાં ચુકાદો આવે તેવી સંભાવના છે, ત્યારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સરકાર રામમંદિર મુદ્દે વટહુકમ બહાર પાડશે કે કેમ તેવા પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું કે કોર્ટનો ચુકાદો આવે તે પછી મહત્ત્વનો નિર્ણય લેવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવધુમાં શાહે કહ્યું કે ભાજપ પાસેથી રામમંદિરનો મુદ્દો શિવસેનાએ આંચકી લીધો છે તેવા પ્રશ્નના જવાબમાં શાહે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે તેમના જન્મ પછી પહેલી વાર અયોધ્યા આવ્યા છે તેમને આવવા દો.
અમિત શાહે કહ્યું કે, હાલ મંદિર મુદ્દો ભાજપ માટે વ્યૂહાત્મક નથી. સુપ્રીમ કોર્ટમાં આ કેસ ૯ વર્ષથી ચાલી રહ્યો છે. ભાજપે ક્યારેય આ કેસને ટાળવાના પ્રયાસ કર્યા નથી. કોંગ્રેસે કેસની સુનાવણી ટાળવા કોર્ટમાં અગાઉ અરજ કરી હતી, જો આખો મુદ્દો અમારા હાથમાં હોત તો ક્યારનો તેનો ઉકેલ આવી ગયો હોત.
નવી દિલ્હીઃ અયોધ્યા મામલે હિન્દૂ સંગઠનો, સંતો દ્વારા ધર્મ સભા રી મોદી સરકાર પર વટહુકમ લાવવાનું દબાણ બનાવવામાં આવી રહ્યું છે, પરંતુ એવું થવાના સંકેત મળી રહ્યા નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે એક ન્યૂઝ ચેલને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, સરકાર આગામી જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટની સુનાવણીની રાહ જોશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -