ખાનગી કર્મચારીઓ માટે ખુશખબર, ગ્રેજ્યુઈટીના નિયમમાં મોદી સરકાર લાવી રહી છે કેવો મોટો ફેરફાર જાણો
હાલના નિયામો અનુસાર કંપનીમાં ઓછામાં ઓછાં પાંચ વર્ષ કામ કરનારા કર્મચારીઓને જ ગ્રેચ્યુઇટી મળે છે. જો કોઇ કર્મચારી પાંચ વર્ષ પહેલાં કંપની છોડી દે તો તેને સીટીસી પેકેજમાંથી કપાયેલા પૈસા પણ નથી મળતા. એથી કર્મચારીઓને નુકસાન થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંત્રાલયને પોતાના અભ્યાસમાં એવી જાણ થઇ છે કે ખાનગી ક્ષેત્રમાં કામ કરનારાઓ વારંવાર નોકરી બદલે છે. આ ઉપરાંત કોન્ટ્રેકટ પર કામ કરનારા કર્મચારીઓને કોન્ટ્રેકટરો એક સ્થળેથી બીજે સ્થળે મોકલી દે છે. આમાં કર્મચારીઓની ગ્રેચ્યુઇટીનું નુકસાન થાય છે.
આ બેઠકમાં પાંચ વર્ષ પહેલાં નોકરી છોડનારા કર્મચારીઓને પણ ગ્રેચ્યુઇટીનો લાભ મળે અને ગ્રેચ્યુઇટીનો યુનિક નંબર આપી એેને ટ્રાન્સફર કરવા વિશે વિસ્તારપૂર્વક ચર્ચા થશે. જો આ બેઠકમાં સહમતી સધાઇ તો આ યોજના તરત અમલમાં મૂકવામાં આવશે.
શ્રમમંત્રાલયનાં સૂત્રોના જણાવ્યા મુજબ સરકારની કોશિશ છે કે ગ્રેચ્યુઇટીનો કાયદો સૌથી વધુ કર્મચારીઓને મળે. આ વિશે સરકાર ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરશે.
નવી દિલ્હી: સરકાર ગ્રેચ્યુઇટીને મુદ્દે એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ નવા ફેરફાર મુજબ પાંચ વર્ષની અંદર નોકરી છોડનારા કર્મચારીઓને ગ્રેચ્યુઇટીનું નુકસાન નહીં થાય.
પ્રોવિડન્ડ ફન્ડની જેમ જ ગ્રેચ્યુઇટી પણ ટ્રાન્સફર થશે. આ માટે સરકાર દરેક કર્મચારીને યુનિક નંબર આપશે. આ હેતુસર શ્રમમંત્રાલય પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એકટમાં સુધારો કરવા વિચારી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -