ગ્રેટર નોઈડામાં મોટી દુર્ઘટનાઃ બે બિલ્ડિંગ ધરાશાયી, 2ના મોત, 30-35 કાટમાળમાં દબાયા
જણાવાઈ રહ્યું છે કે, આ જમીન પર કોલોનાઈઝરએ ગેરકાયદે બિલ્ડિંગનું બાંધકામ કર્યું હતું. તેમાં સેફ્ટી નિયમોનું ધ્યાન રાખવામાં આવ્યું ન હતું. નબળા માલસામાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને માપદંડોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. મંગળવારે રાત્રે આ બિલ્ડિંગ કકડભૂસ થઈ ગઈ. એ સમયે બિલ્ડિંગમાં ઘણા મજૂરો હાજર હતા. ઘટના બાદ અહીં નાસભાગ મચી ગઈ. આસપાસના લોકો પણ અહીં દોડી આવ્યા હતા. જણાવાઈ રહ્યું છે કે, કાટમાળમાં ઘણા લોકો દબાયેલા છે. તેમાંથી ઘણા લોકોની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહીં ખેડૂતો પાસેથી જમીન લઈને ઊંચી-ઊંચી બિલ્ડિંગો બનાવી દેવાઈ છે. તેના પર ફ્લેટ બનાવી લોકોને વેચવામાં આવી રહી છે. લોકોએ જણાવ્યું કે, આ જમીન ગ્રેટર નોઈડાના સેક્ટર 4માં છે.
નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડાના બિસરખ પોલીસ સ્ટેશનના શાહબેરીમાં એક છ માળની નિર્માણઆધીન બિલ્ડિંગ અને તેને અડીને આવેલ એક અન્ય બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયી છે. આ ધરાશાયી થેયલ બિલ્ડિંગના કાટળામાં 40 જેટલા લોકો દટાયા હોવાની આશંકા છે જ્યારે બે લોકોના મોત થયાના અહેવાલ છે. પ્રશાન અને એનડીઆરએફની ટીમ બચાવ અભિયાનમાં લાગી ગઈ છે. આ ઘટના ગઈ મોડી રાતની છે. ઘટના નોઈડા એક્સટેન્શનના શાહબેરી ગામમાં ઘટી છે.
ઉલ્લેખનીય છે કે, શાહેબરીની જમીનનું સંપાદન ગ્રેટર નોઈડા ઓથોરિટીએ કર્યું હતું. તેના વિરોધમાં ગામ લોકો કોર્ટમાં પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ શાહબેરીનું જમીન સંપાદન રદ કર્યું હતું. તેને પગલે બિલ્ડરોએ પોતાના પ્રોજેક્ટ શિફ્ટ કરવા પડ્યા. ગ્રેટર નોઈડા ઓથોરિટીએ આ વિસ્તારમાં નિર્માણ કામ પર રોક લગાવી છે. તેમ છતાં અહીં મોટી સંખ્યામાં ગેરકાયદે બાંધકામ થઈ રહ્યાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -