ડિજીટલ પેમેન્ટ પર મળશે કેશબેક, GST કાઉન્સિલે લીધા આ 2 મોટા નિર્ણય, જાણો વિગતે
તેમને કહ્યું કે, કાર્ડ અને ભીમ એપથી પેમેન્ટ કરવા પર ટેક્સમાં 20 ટકા કેશબેક આપવામાં આવશે, આ 100 રૂપિયા સુધીનું હશે. સુશીલ મોદીએ જણાવ્યું કે બિહાર સહિત દોઢ ડઝન રાજ્યોએ ડિજીટલ પ્રૉત્સાહન પાયલટ યોજનામાં સામેલ હોવાની પોતાની સહમતી આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMSME સેક્ટર સાથે જોડાયેલી કાયદેસરની બાજુ પર કેન્દ્ર સરકારની લૉ કમિટી અને ટેક્સ સંબંધી મામલાઓને ફિટમેન્ટ કમિટી જોશે. જીઓએમ આ બન્ને સાથે ચર્ચા કરીને રિપોર્ટ તૈયાર કરશે. જે જીએસટી કાઉન્સિંલની સામે રજૂ કરશે. જીએસટી કાઉન્સિંલની આગામી મીટિંગ 28-29 સપ્ટેમ્બરે ગોવામાં યોજાશે.
મીટિંગ બાદ કાઉન્સિંગના સભ્ય સુશીલ મોદીએ જણાવ્યું કે ડિજીટેલ ટ્રાન્ઝેક્શન આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ તો જીએસટી કાઉન્સિંલની આ બેઠકમાં નાના અને મધ્યમ વેપારીઓ (MSME) ની મુશ્કેલીઓ પર ચર્ચા માટે રાખવામાં આવી હતી.
જોકે, નાણામંત્રી પીયુલ ગોયલે જણાવ્યું કે આની સમસ્યાઓ અને મુદ્દાઓ પર મંત્રી ગ્રુપ (જીઓએમ) ની રચના કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી શિવપ્રતાપ શુક્લાની અધ્યક્ષતા વાળા આ ગ્રુપમાં દિલ્હી, બિહાર, કેરાલા, પંજાબ અને આસામના નાણામંત્રી સામેલ થશે.
નવી દિલ્હીઃ જો તમે હવે રૂપિયા કાર્ડ કે ભીમ એપ દ્વારા ડિજીટલ પેમેન્ટ કરો છો તો તમારે 20 ટકા કેશબેક મળશે, શનિવારે જીએસટી કાઉન્સિલની 29મીં મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -