‘ગબ્બર સિંહ ટેક્સ’ બાદ હવે સીએમ મમતાએ GSTને ગણાવ્યો ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ’
કોલકાતા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીએસટીને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધી દ્વારા જીએસટીને ‘ગબ્બર સિંહ ટેક્સ’ ગણાવ્યા બાદ હવે મમતા બેનર્જીએ પણ જીએસટીને ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ’ નું નામ આપ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમમતાએ ટ્વિટ કરી કહ્યું, ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ લોકોને હેરાન કરવા માટે લગાવ્યો છે, નોકરી ઝૂંટવી લીધી, અર્થવ્યવસ્થાને ખતમ કરવા માટે. જીએસટી સામે સરકાર નિષ્ફળ ગઈ છે. ’
મમતાએ ટ્વિટર અકાઉંટ પર પોતાની ડીપીનો રંગ કાળો રાખ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસ સુપ્રીમોએ પોતાની પાર્ટીના નેતાઓને નોટબંધીના એક વર્ષ પુરા થવા પર 8 નવેમ્બરને કાળા દિવસ તરીકે ઉજવવા નિર્દેશ આપ્યો છે.
મમતાએ કહ્યું કે જીએસટીનો પ્રયોગ લોકોને હેરાન કરવા અને દેશની અર્થવસ્થાનો ખતમ માટે કરવામાં આવ્યો છે. તેમણે નોટબંધીને પણ એક આફત તરીકે વ્યાખાયિત કરી અને ટ્વિટર યૂઝર્સને પણ આગ્રહ કર્યો કે નોટબંધી વિરુદ્ધ પોતાનો વિરોધ લોકો માટે પોતાની ડિસ્પલે પિક્ચરને કાળા રંગથી બદલી નાખો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -