GST LAUNCHED: દેશભરમાં લાગુ GST, પીએમ મોદીએ કહ્યું- 'ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ'
GST લોન્ચ કાર્યક્રમમાં બોલતાં નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, આજે મધરાતથી દેશમાં આર્થિક સુધારાનો નવો યુગ શરૂ થશે. એક ટેક્સ, એક દેશ અને એક બજાર હશે. જીએસટી લાગુ થવાથી ભારત પોતાનો નવો અધ્યાય શરૂ કરશે. એનડીએની પ્રથમ સરકારના કાર્યકાળમાં જીએસટી અંગે શરૂઆત થઈ હતી. કેન્દ્ર અને રાજ્ય મળીને આર્થિક વિકાસનું કામ કરશે. જ્યારે દુનિયા મંદીમાંથી પસાર થઈ રહી છે તેવા સમયે જીએસટીનો અમલ થઈ રહ્યો છે. સાંસદો, રાજ્યોના સહયોગથી જીએસટીના અમલમાં સફળતા મળી છે.
સંજોગ છે કે ગીતાના 18 અધ્યાય હતા અને જીએસટી કાઉન્સિલની પણ 18 મિટિંગ થઈ. ચાણક્યએ કહ્યું હતું કે, કોઈ વસ્તુ કેટલી દૂર હોય તેનું મળવાનુ મુશ્કેલ હોય, કઠિન તપસ્યા અને પરિશ્રમથી પણ તેને મેળવી શકાય છે. જીએસટી ટીમ ઈન્ડિયાની શક્તિ અને સામર્થ્યની મિસાલ છે.
જીએસટી કોઈ એક પક્ષ, સરકારની સિદ્ધી નથી. આ આપણી સૌની સંયુક્ત વિરાસત છે. આપણા સૌના સહિયારા પ્રયાસનું પરિણામ છે. સંવિધાન સભાની પ્રથમ સભાનો સેન્ટ્રલ હોલ સાક્ષી છે. તેમાં નેહરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. ભીમરાવ આંબેડકર પ્રથમ હરોળમાં બેસતા હતા. સસંદનો સેન્ટ્રલ હોલ આપણી સ્વતંત્રતા, સંવિધાન સ્વીકાર કરવાની ઐતિહાસિક ઘટનાનો સાક્ષી છે.
રાષ્ટ્રનિર્માણમાં કેટલીક એવી ક્ષણો આવે છે જેના પર આપણે કોઈ નવા મુકામ પર પહોંચવાનો પ્રયત્ન કરીએ થછીએ. આજે મધરાતથી આપણે સૌ મળીને દેશના આગળનો માર્ગ સુનિશ્ચિત કરવા જઈ રહ્યા છીએ. થોડીવારમાં દેશ એક નવી વ્યવસ્થા પર દોડી પડશે. જીએસટીની આ પ્રક્રિયા અર્થતંત્ર પૂરતી મર્યાદીત છે તેમ હું નથી માનતો.
સેન્ટ્રલ હોલમાં સંબોધન કરતાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે, 14 વર્ષની યાત્રા તેના મુકામ સુધી પહોંચી. જીએસટી મારા માટે ઐતિહાસિક અવસર છે. કારણકે નાણામંત્રી તરીકે મેં તેની પહેલ કરી હતી. જીએસટીથી વ્યક્તિગત રીતે મને ખૂબ સંતોષ મળ્યો.
નવી દિલ્હીઃ આજથી એટલે કે 1લી જુલાઈથી જીએસટી દેશભરમાં લાગુ થઈ ગયો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન મોદીએ બટન દબાવી તેનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલા સંસદના સેન્ટ્રલ હોલમાં નાણામંત્રી, વડાપ્રધાન, રાષ્ટ્રપતિએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા રતન ટાટા, આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ પણ હાજર રહ્યા હતા.