ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ દિલ્હી દોડ્યા? આજે કોંગ્રેસના ઉમેદવારનો નામ થશે ફાઈનલ? જાણો વિગતે
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષો દ્વારા નામો ફાઈલન કરવા માટે બેઠકો કરવામાં આવી રહી છે. જ્યારે ભાજપ અન કોંગ્રેસ દ્વારા 16 તારીખે જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. જોકે તે પહેલા તો ભાજપ અને કોંગ્રેસ પક્ષમાં બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યા છે. જ્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીની પહેલાં તબક્કાની 89 બેઠકો પૈકી કોંગ્રેસ હાઈકમાન્ડે 70 જેટલા જ નામો ફાઈનલ કર્યાં છે ત્યારે ઉમેદવાર પસંદગી પ્રક્રિયાને આગળ ધપાવવા મંગળવારે સાંજે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પરથી પ્રભારી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિપક્ષી નેતા મોહનસિંહ રાઠવા દિલ્હી પહોંચ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં નામો પર આખરી મ્હોર મારવામાં આવશે. મહત્ત્વનું છે કે, રાહુલની ટીમોએ કરેલા સર્વેને પણ ખાસ ધ્યાનમાં રખાઈ રહ્યા છે.
હાઈકમાન્ડ માટે માથાના દુઃખાવા સમાન બનેલી આ પસંદગી પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 70 નામોને પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધીએ લીલી ઝંડી આપી છે, હવે બાકી ઉમેદવારોના નામો પર ચર્ચા વિચારણા કરીને હાઈકમાન્ડ સમક્ષ મુકવામાં આવશે. સ્ક્રિનિંગ કમિટી બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે.
હાઈકમાન્ડના તેડાને પગલે પ્રદેશના નેતાઓ, પ્રભારી દિલ્હીમાં ધામા નાખીને બેઠા છે. મોડી રાતે એહમદ પટેલ સહિતના આગેવાનો સાથે ઉમેદવાર પસંદગી બાબતને લઈ ઔપચારિક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
હાઈકમાન્ડે બુધવારે સાંજે 4 વાગ્યે વિધિવત રીતે બેઠક બોલાવી છે. આ બેઠક પહેલાં મોડી રાતે ઔપચારિક ચર્ચાઓનો દોર જામ્યો હતો. પહેલાં તબક્કાની 89 બેઠકો માટે જાહેરનામું બહાર પડી ગયું છે અને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે બુધવારે સાંજે સ્ક્રિનિંગ કમિટીની બેઠક બોલાવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -