ચૂંટણીમાં ઉતરેલા 14 ટકા ઉમેદવારો સામે ગંભીર ફોજદારી કેસો, રિપોર્ટમાં થયો ખુલાસો
નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભામાં ઉભા રહેલા 1,815 ઉમેદવારોમાંથી 14 ટકા સામે ક્રિમીનલ કેસો નોંધાયેલા છે. ચૂંટણી પંચને સોંપેલા ઉમેદવારોના સોંગદનામાંના વિશ્લેષણ બાદ જાણવા મળ્યું છે કે 253 ઉમેદવારોમાંથી 154 પર હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, મહિલાઓ સામે થનારા ગુના જેવાં ગંભીર ક્રિમિનલ કેસો નોંધાયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચૂંટણી તથા રાજકીય સુધારાના ક્ષેત્રમાં કામ કરનારું બિન સરકારી સંગઠન 'એસોશિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ' (ADR) અને ગુજરાત ઇલેક્શન પંચે આ આનું વિશ્લેષણ કર્યું, રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના 56 જ્યારે ભાજપના 46 ઉમેદવારોની સામે ક્રિમિનલ કેસો નોંધાયેલા છે.
ગુજરાત વિધાનસભાના પહેલા તબક્કામાં નવની ડિસેમ્બરે મતદાન થયું હતુ અને હવે બીજા અને અંતિમ તબક્કા માટે 14 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે વિધાનસભા ચૂંટણીની મતગણતરી 18 ડિસેમ્બરે થશે.
મહત્વની વાત એ છે કે 418 કરોડપતિ ઉમેદવારોમાંથી 147 ભાજપના જ્યારે 129 કોંગ્રેસના છે. ચૂંટણી લડનારા લોકોની સરેરાશ સંપતિ 2.22 કરોડ રૂપિયાની બરાબર છે, જ્યારે 2012ના ચૂંટણીમાં ઉભા રહેલા 1,283 ઉમેદવારોની સંપતિ 1.46 કરોડ રૂપિયાની હતી.
આમાં એ પણ બતાવવામાં આવ્યું છે કે, કુલ 182 વિધાનસભા ક્ષેત્રોમાંથી 35 રેડ એલર્ટ મતદાર વિસ્તાર છે જ્યાં ત્રણ કે તેનાથી વધુ ઉમેદવારો સામે ફોજદારી કેસો છે. વળી 2012માં આ પ્રકારના 25 વિધાનસભા ક્ષેત્રો હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -